ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના NRIની રાજકોટ ખાતેની જમીન ભળતા નામના આધારે પચાવી પાડવાના કારસા સામે પોલીસમાં રાવ


SHARE











મોરબીના NRIની રાજકોટ ખાતેની જમીન ભળતા નામના આધારે પચાવી પાડવાના કારસા સામે પોલીસમાં રાવ

રાજકોટ જીલ્લાનાં રોજકોટ તાલુકાનાં ગામ વાજડી વીરડાનાં રે.સ.નં .૫૧ ની બીનખેડવાણ જમીન જે "ગોપપાર્ક" તરીકે ઓળખાય છે.જેમાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નંબર ૨૬ ની ખુલ્લી જમીન ચો.મી.૧૬૭-૨૨ જેનાં ચો.વા.આ.૨૦૦-૦૦ નાં ક્ષેત્રફળની મીલ્કત ધીરજલાલ ભાણજીભાઈ વડાલીયાનાં કુલમુખત્યાર સુભાષ શાંતિલાલ ડોડીયા પાસેથી મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતા (એન.આર.આઈ) રહે.મોરબી સાવસરપ્લોટ વાળાએ રજી.વે.દ.અનું.નં .૧૩૪૮૦ તારીખ ૧૬-૧૧-૧૯૮૯ નાં રોજથી ખરીદ કરેલ છે

ત્યારબાદ મોરબીનાં મહેન્દ્રભાઈ જેઓ જમીન મકાનની દલાલી કરતાં હોય તેઓ સને ૨૦૦૮-૨૦૦૯ નાં અરસામાં મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતાનાં દિયર સ્વ.સતિષભાઈ હેમચંદભાઈ મહેતા તથાં સ્વ.વિનયકાંતભાઈ હેમચંદભાઈ મહેતાનાં નામે આવેલ વીરડાવાજડી ગામમાં બીનખેતી થયેલ જમીન જે ડ્રાઈવીન પાર્કનાં નામે ઓળખાતા વિસ્તારના પ્લોટ નંબર ૨૪ તથાં ૨૫ નું આશરે ૨૦૦૮ ની સાલમાં વેચાણ કરાવી આપેલ હતું. ત્યારબાદ, થોડા સમય પછી મહેન્દ્રભાઈ મીલ્કતનાં માલીકનાં ઘરે આવી સંપર્ક કરેલ અને તેઓએ મીલ્કતનાં માલીકનાં પતિને જણાવેલ કે તમારા બન્ને ભાઈઓનાં પ્લોટનું વેચાણ કરાવી આપેલ છે.તમારા પ્લોટ નં.૨૬ નું વેચાણ કરવું હોય તો જણાવશો.મીલ્કતનાં માલીક તથાં તેમનાં પતિએ આ બાબતે સ્પષ્ટ 'ના' પાડેલ હતી કે અમારે સદરહ પ્લોટ નં .૨૬ નું વેચાણ કરવું નથી.

ત્યારબાદ મહેન્દ્રભાઈએ ફરી થોડા દિવસ બાદ મીલ્કતનાં માલીકનો સંપર્ક કરેલ અને કોઈ નકશો બતાવેલ અને જણાવેલ કે તમારો પ્લોટ ન્યારી ડેમમાં ડૂબમાં ગયેલ છે.જેથી આની સહાય સરકાર પાસેથી મેળવવા તમારી મીલ્કતની ફાઈલ જોશે તેવું કહેતા સદર મીલ્કતની અસલ ફાઈલ તેઓ લઈ ગયા અને ત્યારબાદ મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતા જેઓ એન.આર.આઈ. હોય તેવો લંડન જતા રહેલ તે અરસામાં મહેન્દ્રભાઈ દલાલ અને મીલ્કતનાં માલીકનાં ભડતા નામો વાળી વ્યકિત એવા અન્ય મીનાબેન નરેન્દ્રભાઈ મહેતા તથાં તેમનાં પતિ નરેન્દ્રભાઈ શાંતિલાલ મહેતા જેઓ હાલ મોરબી મુકામે અરૂણોદય નગર બ્લોક નંબર ૧૦૫ સામાકાંઠે મોરબી-૨ માં રહેતા હોય તથાં અન્ય વ્યકિતઓએ મેળાપીપણુ કરીને ઉપરોકત મીલ્કતનું ગેરકાયદેસર રીતે બોગસ બનાવટી દસ્તાવેજ ઉભો કરી ઠગાઈ, કુટલેખન કરી અપ્રમાણીક રીતે રજી.વેચાણ દસ્તાવેજ અનું.નં .૧૪૭૩૯ , તારીખ ૩૧-૮-૨૦૧૦ નાં રોજથી રાજકોટનાં રહેવાસી ગીરીશભાઈ મોહનભાઈ ચોવટીયાને વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે.

આમ આ મીલ્કતનું બારોબાર વેચાણ કરી નાંખેલ છે.આ કામનાં ખરા અને મૂળ માલીક મીનાબેન ઉર્ફે મીનાક્ષીબેન નરેન્દ્રભાઈ મહેતા હાલ રહે.સાવસર પ્લોટ મોરબી વાળાઓને રાજકોટ સીટી સર્વે કચેરી તરફથી ૧૩૫ ડી ની નોટીશ મળતાં આ બાબત તેઓનાં ધ્યાનમાં આવતાં તેઓએ તમામ આરોપીઓ વિરૂધ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ ૪૦૬, ૪૧૬, ૪૧૭, ૪૨૦ વિગેરે મુજબની ફોજદારી ફરીયાદ રાજકોટ પોલીસ કમીશ્નરમાં કરેલ છે.તથાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ છે.સદરહું ફરીયાદીનાં એડવોકેટ તરીકે રાજકોટનાં નામાંકીત વકીલ રાજેશ યુ.પાટડીયા તથાં મોરબીનાં નામાંકીત વકીલ મોહીત એન. મહેતા રોકાયેલ છે.






Latest News