મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા રામનામ જપ મહાયજ્ઞ શરૂ


SHARE







મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા રામનામ જપ મહાયજ્ઞ શરૂ

શ્રી રામધામ આશ્રમ ટ્રસ્ટ દેવળિયા સંચાલિત મોરબી મુકામે પૂજ્ય સંતશ્રી નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની નેમ પૂરી કરવા ૧૩ માસનું અનુષ્ઠાન એટલે અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનો તા.૫ સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ ગયેલ છે અને આ મહાયજ્ઞ ૧૩ માસ સુધી ચાલશે.

જે અખંડ ધૂન નિમિતે પંચકુંડી શ્રી હનુમાનજી રુદ્રી મહાયજ્ઞઅખંડ જ્યોત શોભાયાત્રાશ્રી હનુમાન ચાલીસા પાઠધ્વજા પૂજનજ્ઞાનસભાસંત સમારોહ અને સ્ટેજ પ્રોગ્રામ યોજાશે જેમાં સોમવારે ભાવિ શોભાયાત્રા નીકળી હતી જે અખંડ રામધુન સ્થળ પર પૂરી કરવામાં આવી હતી મોરબી વાવડી રોડ ઉપર ગોકુલ ફાર્મ હાઉસ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે મહાયજ્ઞ ચાલી રહ્યો છે જે ધાર્મિક મહોત્સવ શરૂ કરવામાં આવ્યો ત્યારે અધ્યક્ષસ્થાને પ.પુ.ડો. રામેશ્વરબાપુ હરિયાણીઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રતિનિધિ તરીકે પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાપૂર્વ પ્રમુખ બી.એચ. ઘોડાસરાહંસરાજ હાલપરાનારણભાઇ ભાડજાવિનુભાઈ ગોરધનભાઈ તન્ના અને રવિન્દ્રભાઈ ગીરધરલાલ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જ્ઞાતિના આગેવાનોસમાજ શ્રેષ્થીઓતેમજ રાજકીય અગ્રણીઓને અખંડ જ્યોતમાં દિવેલ પૂરવા તેમજ ધર્મસભામાં સહભાગી બનવા માટે આવ્યું હતા અને આગામી દિવસોમાં જ્યાં સુધી આ મહાયજ્ઞ ચાલુ છે ત્યાં સુધી તેના દર્શનનો લાભ લેવા માટે સંત નાથાબાપા ભગતવતી, બાબુભાઈ ભીમજીભાઈ ગોપાણીરમેશભાઇ જીવરાજભાઈ રાણીપા તેમજ તમામ પ્રતિનિધિઓઆમંત્રણ પાઠવ્યુ છે.






Latest News