મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લામાં આડાસબંધની શંકામાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE









મોરબીમાં જીલ્લામાં આડાસબંધની શંકામાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે કડિયાણા ગામની સીમમાંથી મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી પોલીસે મૃતકનું ઓળખ મેળવી હતી અને ત્યાર બાદ મૃતક મહિલાના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દાહોદના પાનમ ગામના રહેવાસી તેના જમાઈની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે કડિયાણા ગમનિની સીમમાંથી હથિયાર વડે શરીરને માર મારીને મહિલાનું મોત નિપજાવેલી હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને ત્યારબાદ મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં દાહોદ જિલ્લાના ઉડાર ભાભોર ફળીયુના રહેવાસી નગરાભાઈ તીતરીયાભાઈ ભાભોર જાતે આદિવાસી (૬૫) એ દાહોદ જિલ્લાના પાનમ ગામના રહેવાસી તેના જમાઈ છગનભાઈ નવલાભાઇ ડામોર સામે દીકરીની હત્યા કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેની દીકરી ધનકીબેનના પ્રથમ લગ્ન અલીરાજપુર જીલ્લામાં રમેશભાઈ સાથે કર્યા હતા જો કે, ત્રણેક વર્ષ પહેલા તેનું અવસાન બાદ તેની દીકરી બે સંતાનો સાથે ફરિયાદીના ઘરે રહેતી હતી અને દોઢેક વર્ષ પહેલા તેને પાનમ છગનભાઈ નવલાભાઇ ડામોર સાથે લગ્ન કરી લીધા હતા અને ફરિયાદીની દીકરીને પાનમ ગામના છનુભાઈ સાથે આડા સબંધ (પ્રેમ સંબંધ) હોવાની શંકા વહેમ રાખીને છગનભાઈ ડામોરે તેને આખા શરીરે માર માર્યો હતો જેથી તેનું મોત નિપજાવ્યું હતું જેથી કરીને મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છગનભાઈ નવલાભાઇ ડામોર રહે, પાનમ ગામ દાહોદ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News