મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશિપમાં કાર હટાવવાનું કહેતા યુવાનને માર મારવાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ


SHARE







મોરબીની ઉમા ટાઉનશિપમાં કાર હટાવવાનું કહેતા યુવાનને માર મારવાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં પાર્ક કરેલી કારને ખસેડવા માટે યુવાને કહ્યું હતું જે સારું નહીં લાગતા કુલ મળીને છ શખ્સો દ્વારા યુવાનની સાથે બોલાચાલી કરીને તેની સાથે ઝઘડો કરીને ગાળો આપીને માર માર્યો હતી જેથી યુવાને છ શખ્સોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે

મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ શિવ પ્રેમ હાઈટમાં રહેતા રાહુલભાઈ ઉર્ફે મુન્નો કાંતિભાઈ વિડાજા (૩૪) ઉમા ટાઉનશીપમાં પાર્ક કરેલ ફોરવીલ કાર હટાવતા હતા ત્યારે તેણે પ્રકાશભાઈ ફુલતરીયા અને અમૃતલાલ કુંડારિયાને તેઓની કાર હટાવવા માટે થઈને કહ્યું હતું જે તેઓને સારું નથી લાગતા તેઓએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ અમૃતલાલ કુંડારીયાનો દીકરા નિશિતે તેને સમાધાન કરવા માટે થઈને ફોન કરીને રાહુલને ઘરેથી બોલાવ્યો હતો અને ત્યારે નિશિત અને અન્ય અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા બોલાચાલી કરીને ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી અને જે અજાણ્યા ત્રણ શખ્સો આવ્યા હતા તેમણે ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક શખ્સના હાથમાં છરી હતી તેનો બુંધરાવટીનો ભાગ રાહુલને માથાના ભાગમાં માર્યો હતો જેથી ઇજા પામેલ રાહુલે સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ફુલતરીયા જાતે પટેલ (૫૧) રહે, પરિશ્રમ હાઇટ ઉમા ટાઉનશીપ, અમૃતલાલ હિરજીભાઇ કૂંડારીયા જાતે પટેલ (૪૮) રહે. શુભ પેલેસ ઉમા ટાઉનશીપ, તોસિફ મહેબૂબભાઈ બ્લોચ જાતે મકરાણી (૨૫) રહે, મકરાણીવાસ, નદીમ ઉર્ફે ઢાળિયો અબ્દુલભાઈ બ્લોચ (૨૨) રહે, મકરાણીવાસ અને અનવર મુસાભાઈ કુરેશી જાતે મતવા (૨૮) રહે. ખાટકીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News