મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશીપમાં યુવાન ઉપર હુમલો કરનારા શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ લગાવવા લોકોની માંગ


SHARE







મોરબીની ઉમા ટાઉનશીપમાં યુવાન ઉપર હુમલો કરનારા શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ લગાવવા લોકોની માંગ

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં પાર્ક કરેલી કારને હટાવવા માટે કહ્યું હતું ત્યારે ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ તે યુવાનની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી હતી અને માર માર્યો હતો આટલું જ નહીં પરંતુ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે હાલમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે જોકે આરોપીઓ સામે લગાવવામાં આવેલી કલમોમાં 307 ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો નથી જેથી કરીને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે અને આજે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ બનાવમાં 307 ની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીની ઉમા ટાઉનશિપમાં રહેતા રાહુલભાઈ ઉર્ફે મુન્નાભાઈ કાંતિભાઈ ત્યાં પાર્ક કરેલી કારને હટાવવા માટે થઈને કહ્યું હતું ત્યારે પ્રકાશભાઈ અને અમૃતલાલને તે સારું નહીં લાગતા તેને બોલાચાલી કરીને માથાકૂટ કરી હતી અને ત્યારબાદ અમૃતલાલના દીકરાએ સમાધાન કરવા માટે રાહુલને બોલાવીને તેને માર માર્યો હતો અને ત્યારે તેની સાથે અન્ય ત્રણ શખ્સો પણ હતા જે પૈકીના એક શખ્સ પાસે છરી હતી તેનો બુધરાવટીનો ભાગ રાહુલને માથામાં માર્યો હતો જેથી કરીને ઇજા પામેલ રાહુલભાઈએ સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે જોકે આરોપીઓ સામે નોંધવામાં આવેલ ફરિયાદમાં હત્યાના પ્રયાસની કલમ 307 નો ઉમેરો કરવામાં આવેલ નથી જેથી કરીને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે અને ઉમા ટાઉનશીપના સ્થાનિક લોકો પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાંથી મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં ભોગ બનેલ રાહુલભાઈના પરિવારજન તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો દ્વારા આરોપીઓ સામે 307 ની કલમનો ઉમેરો આ ગુનામાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે






Latest News