વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ
ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત
SHARE
ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત
ટંકારાના જબલપુર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની સગીર દીકરીએ નાહવા તેની માતાને પાણી ભરી આપવા કહ્યું હતું ત્યારે સગીરાને તેની માતાએ પાણી ભરી આપ્યું ન હતું અને પોતાના કામ જાતે કરી લેવા ઠપકો આપ્યો હતો જેથી સગીરાને મનોમન લાગી આવતા તેણે વાડીમાં આવેલ કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક બાળકીના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં મયુરભાઈ કાનજીભાઈ ફેફરની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અર્જુનભાઈ મનસુખભાઈ નાયકની 13 વર્ષની દીકરી પાર્વતીએ તેની માતા મીનાબેન રસોઈ બનાવતા હતા ત્યારે તેઓને નાહવા માટે પાણી ભરી આપવાનું કહ્યું હતું ત્યારે પાર્વતિને તેની માતાએ પાણી ભરી આપ્યું ન હતું અને જાતે પોતાના કામ કરી લેવા ઠપકો આપ્યો હતો જેથી સગીરાને મનોમન લાગી આવતા તેણે વાડીએ આવેલ કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી