વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો
SHARE
વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો
વાંકાનેરના ખાનપર ગામેથી યુવતીને ભગાડી ગયેલા યુવાનના ઘરે યુવતીના પિતા, દાદા, કાકા સહિતના 8 શખ્સો ગયા હતા અને ત્યાં બોલાચાલી ઝઘડો કરી મારામારી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે અગાઉ સમાપક્ષેથી હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલમાં યુવાનના પિતાએ યુવતીના પિતા સહિતના આઠ શખ્સોની સામે વળતી ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના ખાનપર ગામે રહેતા દેવાભાઈ ઉકાભાઇ મકવાણા (40)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સગરામભાઇ સામતભાઈ સરવૈયા, સુરેશભાઈ સગરામભાઇ, હેમુ સગરામભાઇ, ગોરધનભાઈ પોપટભાઈ સરવૈયા, છગનભાઈ પોપટભાઈ સરવૈયા, જેસાભાઈ પ્રેમજીભાઈ સરવૈયા અને મેઘાભાઇ પ્રેમજીભાઈ સરવૈયા રહે. બધા ખાનપર તથા સગરામભાઇનો ભાણેજ રઘાભાઈ ડાભી રહે. સરધારકા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે આરોપી સુરેશભાઈ સરવૈયાની દીકરી હેમલતાબેનને ફરિયાદીનો દીકરો કિશન ભગાડીને લઈ ગયો હોય જે બાબતનો ખાર રાખીને તમામ આરોપીઓ હાથમાં લાકડાના ધોકા લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને રાતના સમયે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બોલાચાલી ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગોરધનભાઈએ ફરિયાદીને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા અને ડાબી આંખ પાસે લાકડી મારીને ઇજા કરી હતી જ્યારે આરોપી હેમુભાઈએ ફરિયાદીને જમણા પગે નળામાં લાકડી મારીને ઇજા કરી હતી અને સાહેદ કિરણભાઈને હેમુભાઈએ લાકડી વડે જમણા હાથના કાંડાના ભાગે માર મારીને ફેક્ચર કર્યું હતું અને ડાબા સાથળમાં માર માર્યો હતો તેમજ સાહેદ વિરમભાઈને સગરામભાઈના ભાણેજ રઘાભાઈએ માથામાં જમણી બાજુએ કાન પાસે લાકડી માર મારીને ગંભીર ઇજા કરી હતી તેમજ કોણી અને કમરના ભાગે લાકડી વડે માર માર્યો હતો તો મનસુખભાઈને આરોપી સુરેશભાઈએ મોઢાના ભાગે લાકડીનો ઘા મારીને જડબા તથા દાંતમાં ઇજાઓ કરી હતી. અને ફરિયાદી તથા સાહેદો જો ઘરની બહાર નીકળશે તો તેને જાનથી મારી નાખશું તેવી ધમકી પણ આપવામાં આવી હતી જેથી આ બનાવમાં ઈજા પામેલા તમામ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આઠ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખની છે કે મારામારીના આ બનાવ સંદર્ભે સામાપક્ષેથી અગાઉ હેમુભાઈ સગરામભાઇ સરવૈયાએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં હાલના ફરિયાદી દેવાભાઈ મકવાણા સહિત કુલ આઠ આરોપી સામે ગુનો નોંધીને સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે