મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત
વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત
SHARE
વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત
વાંકાનેર ઢુવા હાઇવે રોડ ઉપરથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું અને ટ્રકનો ઓવરટેક કરતાં સમયે રસ્તા ઉપર આડા આવેલા ખુટીયા સાથે બાઈક અથડાયું હતું અને અકસ્માત થયો હતો ત્યારે બાઈકમાં પાછળના ભાગે બેઠેલ યુવાન ફંગોળાઈને બાજુમાંથી પસાર થતાં ટ્રકના પાછળના જોટામાં આવી ગયો હતો જેથી માથું અને ખોપરી ફાટી જવાના લીધે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હુસેનમિયા રમજાનિયા અન્સારી (34)એ હાલમાં બાઈક નંબર જીજે 3 સીકે 8574 ના ચાલક પ્રેમ ધનેશી બાસફોર મૂળ રહે. વેસ્ટ બંગાળ વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે વાંકાનેર ઢુવા રોડ ઉપર આવેલ ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા પાસે તિરૂપતિ પેટ્રોલ પંપ નજીકથી આરોપી તેના હવાલા વાળું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં પાછળના ભાગે ફરિયાદીના ભાઈ દિલમહમદ રજાકભાઈ અંસારી (20) બેઠેલ હતો અને તેઓ આગળ જઈ રહેલા ટ્રકનો ઓવરટેક કરતા હતા તેવામાં હાઈવે રોડ ઉપર ખુટીયો આડો ઉતર્યો હતો અને તેની સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં દિલમહમદ અંસારી બાઈક ઉપર થી ફંગોળાઈ જતા ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રકના પાછળના જોટામાં આવી ગયો હતો જેથી તેના માથા અને ખોપરી ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જતા દિલમહમદનું માથું ફાટી ગયું હતું અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરાયેલ છે