મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં માધાપરના મહારાજા ગણેશોત્સવમાં લતીપરની રાસ મંડળીએ કરી જમાવટ


SHARE









મોરબીમાં માધાપરના મહારાજા ગણેશોત્સવમાં લતીપરની રાસ મંડળીએ કરી જમાવટ

મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત માધાપરના મહારાજા ગણેશોત્સવનું આયોજન માધાપર રામજી મંદિરના ચોકમાં કરવામાં આવ્યું છે ત્યાં પ્રખ્યાત લતીપરની રાણબાઈ રાસ ગરબા મંડળી દ્વારા તલવાર રાસ અને ગરબાનો કાર્યક્ર્મ રાજુ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી પાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમબેન કે. પરમાર, મોરબી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ હસુભાઈ પંડ્યા, મોરબી શહેર ભાજપ મહામંત્રી રીષીપભાઈ કૈલા, અને સતવારા સમાજના અગ્રણી દાતા દર્શનભાઈ પરમાર, વોર્ડ નંબર,૬ ના સદસ્ય ભાઈઓ-બહેનો તેમજ માધાપરના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથોસાથ કોરોનાથી મૃત્યુ પામેલ દિવંગત આત્માઓના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે આગામી તા.૧૨ થી શરૂ થવાની છે જેથી કરીને લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આગેવાનોના હસ્તે શ્રીગણેશ મહોત્સવના તમામ સહયોગી દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, ઉપપ્રમુખ કે.કે.પરમાર તેમજ તમામ ટ્રસ્ટીઓ અને કાર્યકર્તા ભાઈઓ અને બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News