રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન
ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન
SHARE
ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન
ટંકારાના વિરપર ગામે સમસ્ત ગામ તથા શ્રી ગૌ સેવા યુવક મંડળ દ્વારા નિરાધાર ગૌ-માતાના લાભાર્થે ભવ્ય નાટ્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
વિરપર ગામે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે તારીખ ૧૫-૧૦-૨૦૨૬, ગુરૂવાર (પાંચમા નોરતા) ના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે ગામના કામધેનુ આશ્રમ ખાતે આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સ્થાનિક કલાકારો દ્વારા શૌર્ય અને બલિદાનની ગાથા વર્ણવતું ઐતિહાસિક નાટક "વિરમાંગળાવાળો" તથા દર્શકોને ખડખડાટ હસાવતું હાસ્ય નાટક (કોમિક) "ધળાવગરનો ધણી" ભજવવામાં આવશે. અને ગૌશાળાના લાભાર્થે યોજાઈ રહેલા આ સેવા કાર્યમાં સહભાગી થઈ તન, મન અને ધનથી સહયોગ આપવા માટે શ્રી કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિરપર ગામ સમસ્ત દ્વારા આસપાસના ગ્રામજનો અને સર્વે ધર્મપ્રેમી ગૌભક્તોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









