મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના લોકોની જનસુખાકારી માટે વિવિધ ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવા માટે તૈયારીઓ શરૂ


SHARE







મોરબી જિલ્લાના લોકોની જનસુખાકારી માટે વિવિધ ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવા માટે તૈયારીઓ શરૂ

આગામી તારીખ ૧૨ ના રોજ વર્તમાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે જિલ્લામાં થનાર સુખાકારીના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમના આયોજન માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટરએ વિવિધ વિભાગોને જે તે વિભાગ અંતર્ગત થનાર ખાતમુહૂર્ત તથા લોકાર્પણ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. વધુમાં જિલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના કાર્યક્રમ અન્વયે પણ યોગ્ય આયોજન કરવા સંબંધિતોની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૨ સપ્ટેમ્બરના રોજ વર્તમાન રાજ્ય સરકારને ૧ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે રાજ્યમાં વિવિધ જનસુખાકારીના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે. જે  અન્વયે ૧૨ તથા ૧૩ સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લામાં પણ જનસુખાકારીના ૨૦૦ થી વધુ વિકાસકામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ થનાર છે. જેથી આગામી સમયમાં મોરબી જિલ્લાને અનેક જન કલ્યાણના પ્રકલ્પોની ભેટ મળનાર છે. આ બેઠકમાં ડીડીઓ પરાગ ભગદેવ, આરએસી એન. કે. મુછાર સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા






Latest News