મોરબીમાં રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો વીરાંજલિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
મોરબીની ઉમા ટાઉનશિપમાં યુવાનને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીની ઉમા ટાઉનશિપમાં યુવાનને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં પાર્ક કરેલી કારને ખસેડવા માટે યુવાને કહ્યું હતું જે સારું નહીં લાગતા કુલ મળીને છ શખ્સો દ્વારા યુવાનની સાથે બોલાચાલી કરીને તેની સાથે ઝઘડો કરીને ગાળો આપીને માર માર્યો હતી જેથી યુવાને છ શખ્સોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગઇકાલે પાંચ આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે
મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ શિવ પ્રેમ હાઈટમાં રહેતા રાહુલભાઈ ઉર્ફે મુન્નો કાંતિભાઈ વિડાજા (૩૪) ઉમા ટાઉનશીપમાં પાર્ક કરેલ ફોરવીલ કાર હટાવતા હતા ત્યારે તેણે પ્રકાશભાઈ ફુલતરીયા અને અમૃતલાલ કુંડારિયાને તેઓની કાર હટાવવા માટે થઈને કહ્યું હતું જે તેઓને સારું નથી લાગતા તેઓએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ અમૃતલાલ કુંડારીયાનો દીકરા નિશિતે તેને સમાધાન કરવા માટે થઈને ફોન કરીને રાહુલને ઘરેથી બોલાવ્યો હતો અને ત્યારે નિશિત અને અન્ય અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા બોલાચાલી કરીને ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી અને જે અજાણ્યા ત્રણ શખ્સો આવ્યા હતા તેમણે ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક શખ્સના હાથમાં છરી હતી તેનો બુંધરાવટીનો ભાગ રાહુલને માથાના ભાગમાં માર્યો હતો જેથી ઇજા પામેલ રાહુલે સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગઇકાલે પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ફુલતરીયા, અમૃતલાલ હિરજીભાઇ કૂંડારીયા , તોસિફ મહેબૂબભાઈ બ્લોચ, નદીમ ઉર્ફે ઢાળિયો અબ્દુલભાઈ બ્લોચ અને અનવર મુસાભાઈ કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનામાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ ડેકાવાડિયા દ્વારા નિશિત અમૃતલાલ કુંડારીયા જાતે પટેલ (૨૫) રહે.પરિશ્રમ એપાર્ટમેન્ટ ઉમા ટાઉનશિપ સામાકાંઠે મોરબી-૨ ની ધરપકડ કરવામાં આવેલ છે