મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીની અભિનવ સ્કૂલ ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમીનાર યોજાયો


SHARE







મોરબીની અભિનવ સ્કૂલ ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમીનાર યોજાયો

ભારત વિકાસ પરિષદ મોરબી તથા સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટ અને અભિનવ સ્કૂલ મોરબીના સંયુક્ત ઉપક્રમે વૈદિક પેરેન્ટિંગ સેમીનારનું આયોજન અભિનવ સ્કૂલ મોરબી ખાતે કરવામાં આવ્યું હતું આ સેમીનારમાં સ્વાગત પરિચય અભિનવ સ્કૂલના ટ્રસ્ટી લલિતભાઈ કાનાણી દ્વારા તેમજ વિષય પ્રસ્તાવના ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા દ્વારા કરવામાં આવેલ હતી અને ઉપસ્થિત મહેમાનોને સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ પંચકોષ એટલે શું? બાળકોનું ઘડતર કઈ રીતે કરવું? બાળકોની સમસ્યાઓ કઈ રીતે દૂર કરવી? બાળકોની સુષુપ્ત શક્તિઓનો વિકાસ કઈ રીતે કરવો? જેવા મુદ્દા ઉપર સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમના ડો.મેહુલભાઈ આચાર્ય દ્વારા સચોટ માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી દ્વારા વાલીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. આ સેમીનારમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબીના સહ કાર્યવાહ જસ્મીનભાઈ તથા અભિનવ સ્કૂલના ટ્રસ્ટી મનોજભાઈ ઓગણજા તથા કમલેશભાઈ લીખીયા તથા વિ. હિ.પ ગ્રામ્ય અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા તથા મોટી સંખ્યામાં વાલીઓ અને ભારત વિકાસ પરિષદ ના સભ્યો જોડાયા હતા.આ કાર્યક્રમનું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News