મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને છરીના આડેધડ ઘા ઝીકિને કરાયેલ હત્યાના બનાવમાં ત્રણ શખ્સોની સામે નોંધાયો ગુનો


SHARE







વાંકાનેરમાં યુવાનને છરીના આડેધડ ઘા ઝીકિને કરાયેલ હત્યાના બનાવમાં ત્રણ શખ્સોની સામે નોંધાયો ગુનો

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રૂપિયાની લેતીદેતી બાબતે મારમારીનો બનાવ બન્યો હતો ત્યારે જે વ્યક્તિને રૂપિયા આપવાના હતા તેની બદલે વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતો યુવાન આબયો હતો અને તેની સાથે બોલાચાલી થયેલ હતી બાદમાં તે યુવાનને છરીના બે શખ્સો દ્વારા જીવલેણ ચાર થી વધી ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ત્રણ શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક શનિવારે મોડીરાત્રીના મારામારીના બનાવ બન્યો હતો જેમાં અમરનાથ સોસાયટીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વાળા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા (૩૮) નામના યુવાનને છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ સંદર્ભે વાંકાનેરના પીઆઇ એન.કે.વસાવા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક અમિતભાઈના મિત્ર સુરેશભાઇ વિષ્ણુદાસ ગોંડલીયાને પૈસાની લેતીદેતી બાબતે હેરાન નહીં કરવા માટે ઈમરાન અને ઇનાયત નામના બે શખ્સોને કહ્યું હતું જે તેને સારું નહીં લગતા સરફરાજ મકવાણાના કહેવાથી ઈમરાન તેમજ ઇનાયત છરી અને ગુપ્તી લઈને આવ્યા હતા અને અમિતભાઈને ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયાએ ગુપ્તીના ઘા ઝીકયા હતા અને ઇમરાન ફારૂક આરબએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને અમિતભાઈનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના અમરનાથ સોસાયટીમાં રહેતા ભાઈ હીમાંશુભાઇ ઉર્ફે કાનો અશ્વીનભાઇ કોટેચા જાતે લોહાણા (૩૩)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો  ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા, ઇમરાન ફારૂક આરબ અને સરફરાજ મકવાણા સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News