વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત મોચી સમાજ- માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારતી હેન્સી પરમાર


SHARE









મોરબી સમસ્ત મોચી સમાજ- માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારતી હેન્સી પરમાર

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના યુવા કલા મહાકુંભ-૨૦૨૨ નું આયોજન આજ રોજ ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ નાલંદા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વકતૃત્વ સ્પર્ધામાં "પપ્પા મારે તમારો સમય જોઈએ છે" વિષય પર માધાપર કન્યા શાળાના ધોરણ -૬ માં અભ્યાસ કરતી હેન્સી દિલીપભાઈ પરમારે પોતાનું વક્તવ્ય આપી અને મોરબી જિલ્લા કક્ષાના યુવા કલા મહાકુંભમાં વિભાગ– અ (૬ થી ૧૪ વર્ષ) માં બીજો નંબર મેળવીને  સમસ્ત મોચી સમાજ મોરબી તથા માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારેલ છે.




Latest News