મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં યુવાની હત્યા મુદે સાતેય આરોપીની ધરપકડ


SHARE







મોરબીના બેલા નજીક કારખાનામાં યુવાની હત્યા મુદે સાતેય આરોપીની ધરપકડ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા નજીક કારખાનામાં ચોરી કરવા આવ્યો હોવાની શંકાના આધારે અજાણ્યા યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી તે યુવાનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સાત શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી દરમ્યાન પોલીસે હાલમાં હત્યાના આ ગુનામાં સાતેય આરોપીઓની ધરપકડ કરીને તેને રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીક આવેલા મફત મિનરલ નામના કારખાનામાં શનિવારે વહેલી સવારે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરવા માટે ઓફિસ સુધી આવી ગયો હતો જેથી કારખાના સિક્યુરિટી ગાર્ડ સહિતનાઓ દ્વારા યુવાનને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાન મૃત્યુ પામ્યો હતો અને આ બનાવમાં મોરબી તાલુકાનાં પીએસઆઈ ડી.વી.ડાંગરે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે રાજપાલસિંગ રામનાથસિંગ રાજપુત, રમેશ પ્યારજી સવંધીયા, હરીરામ મલમ રજક અને મોહન ઉર્ફે છોટુ લક્ષમણ કુશવાહા રહે. બધા બેલા ગામની સીમ મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટર વાળા તેમજ રવિ રમેશભાઇ કાવર રહે. હરીઓમ પાર્કઘુટુ રોડમોરબી, વિનોદ ઉર્ફે વિકી કરશનભાઇ આમેસડા રહે. હાલ મકનસર મૂળ માલગામ અને ગણપતભાઇ રતિલાલ કાવર રહે. બેલા સીમમફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપી રાજપાલસિંગ રામનાથસિંગ રાજપુત (૨૪), ચાંદસીંગ ઉર્ફે રમેશ પ્યારજી સબંધીયા (૩૦), હરીરામ મલમ રજક (૩૦) અને મોહન ઉર્ફે છોટુ લક્ષ્મણ કુશવાહા પટેલ (૨૦) રહે. ચારેય હાલ મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટર તેમજ રવિ રમેશભાઇ કાવર જાતે પટેલ (૨૩) રહે. હરીઓમ પાર્કઘુટુ રોડમોરબી, વિનોદ ઉર્ફે વિકી કરશનભાઇ આમેસડા જાતે આહીર (૨૪) રહે. હાલ મકનસર અને ગણપતભાઇ રતિલાલ કાવર જાતે પટેલ (૬૦) રહે. મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટર મૂળ ગાંધીધામ વાળાની ધરપકડ કરેલ છે






Latest News