મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની કથાનો પ્રારંભ: માજી મુખ્યમંત્રી વિજભાઈ રૂપાણી સહિતના લોકો ઉમટયા


SHARE











મોરબીમાં આજથી ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની કથાનો પ્રારંભ: માજી મુખ્યમંત્રી વિજભાઈ રૂપાણી સહિતના લોકો ઉમટયા

મોરબીમાં શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડીમાં કોરોના દિવંગતોના મોક્ષર્થે આજથી ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની કથાનો પ્રારંભ થયો છે જો કે, ગઇકાલે મોરબીની ઉમા ટાઉનશિપથી ભવ્યાતિ ભવ્ય કથાની પોથીયાત્રા યોજાઇ હતી જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને દરેક ચોકમાં તેમજ મુખ્ય માર્ગ ઉપર પોથીનું સ્વાગત સન્માન દરેક જ્ઞાતિ, સમાજ અને સંગઠન  દ્વારા કરવામાં આવ્યું હતું અને આજે કથાના પહેલા દિવસે રાજ્યના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેના પરિવાર સાથે તેમજ વિશાળ સંખ્યામાં લોકો પણ કથાનો લાભ લેવા માટે આવ્યા છે  

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવેલ છે. અને ગઇકાલે રવિવારે સામાકાંઠે ઉમાટાઉનશીપથી ધામધૂમથી પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘોડા, બાગી, બાઇક તેમજ કારના વિશાળા કાફલા સાથે આ પોથીયાત્રા મોરબીના મુખ્ય મંર્ગ ઉપરથી નીકળી હતી ત્યારે વિવિધ જ્ઞાતી સમાજો દ્રારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોકથી ભાઇશ્રી રમેશભાઈ ઓઝા પણ આ યાત્રામાં જોડાયા હતા આ યાત્રાને સફળ બનાવવા માટે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા તેમજ તેઓના પરિવારના સભ્યો, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને તેની ટિમ તેમજ કાંતિભાઈના ટેકદારો  સહિતના લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કોરોના દિવંગતોના પરિવારજનો, મહેમાનો  સહિતના લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને જે લોકોના કોરોના દરમ્યાન આવાસન થયા છે તેવા ૬૫૦ કરતાં પણ વધુ લોકોના ફોટોને ત્યાં કથા મંડપમાં મૂકવામાં આવેલ છે આટલું જ નહીં મોરબીના વિકાસ માટે જે લોકોને અગાઉ યોગદાન આપેલ છે અને આજની તારીખે તે દુનિયામાં નથી તો તમે યાદ આવ્યા કરીને તે લોકોના ફોટોને પણ ત્યાં મૂકવામાં આવેલ છે

આજથી મોરબીના આંગણે આ ભવ્ય કથા શરૂ થયેલ છે ત્યારે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની કથાને સાંભળવા માટે આવનારા શ્રોતાઓને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો કરવો ન પડે તે માટેની તમામ વ્યવસ્થા કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા કરવામાં આવેલ છે અને આજે પહેલા દિવસે રાજ્યના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેના પતિની અંજલીબેન રૂપાણી કથાનો લાભ લેવા માટે આવ્યા છે તેમજ મોટી સંખ્યામાં આજે પહેલા દિવસે મોરબી શહેર અને જિલ્લાના લોકો પણ કથા સાંભળવા માટે આવેલ છે






Latest News