મોરબીના આમરણમાં એસટી બસના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત
મોરબીમાં નવજાત બાળકીનો ત્યજી દેવાયેલ મૃતદેહ મળવાના બનાવમાં ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં નવજાત બાળકીનો ત્યજી દેવાયેલ મૃતદેહ મળવાના બનાવમાં ગુનો નોંધાયો
મોરબીના રામઘાટ વાળી શેરી પાસેથી મચ્છુ નદીની દીવાલ પાસેથી નવજાત બાળકીનો ત્યજી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી સ્ત્રીની સામે ગુનો નોંધીને હાલમાં પોલીસ દ્વારા મહિલાને શોધવા માટે થઈને તપાસ શરૂ કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે ગત તા.૧૧ ના સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના રામઘાટ પાસે મચ્છુ નદીના કાંઠે દિવાલની ઉપરથી અજાણી સ્ત્રી દ્વારા ત્યજી દેવામાં આવેલ નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને જે તે સમયે તે મૃતદેહને ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો અને હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને પોલીસે તેને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે









