મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના આમરણમાં એસટી બસના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE









મોરબીના આમરણમાં એસટી બસના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબીના આમરણ ગામે હાઇસ્કુલના ઢાળિયા પાસેથી બાઈક લઈને પસાર થતા આધેડના બાઇકને એસટી બસના ચાલાકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો તેમાં આધેડને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે બસ સ્ટેન્ડની બાજુમાં પ્લોટ વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ શાંતિલાલ સાપરિયા જાતે કડિયા (ઉંમર ૨૫) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી જીંજુડા રૂટની સરકારી એસટી બસ નંબર જીજે ૧૮ વાય ૯૫૪૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આમરણ હાઇસ્કુલના ઢાળિયા પાસેથી તેઓના પિતા બાઈક નંબર જીજે ૧૦ ડીજે ૭૩૯૦ લઈને જઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના પિતા શાંતિલાલ કરસનભાઈ સાપરિયા (૫૪) ને માથામાં અને શરીરને ગંભીર ઇજાવો થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News