મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

ડબલ એન્જિન સરકાર થકી ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા સાથે મોરબી જિલ્લો નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે: બ્રિજેશભાઇ મેરજા


SHARE













ડબલ એન્જિન સરકાર થકી ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા સાથે મોરબી જિલ્લો નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે: બ્રિજેશભાઇ મેરજા

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે મોરબી જિલ્લા કક્ષાએ વિવિધ જનસુખાકારીના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ મોરબી ખાતે યોજાયો હતો.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વડપણ હેઠળની સરકારે પ્રેરણાદાયી એક વર્ષ પૂર્ણ કર્યું છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા હેઠળ વિવિધ જનસુખાકારીના કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે. જે અન્વયે વિવિધ જન સુખાકારીના વિકાસ કામોના ખાતમૂહુર્ત-લોકાપર્ણનો મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લાના જનાસુખાકારીના કુલ ૩૬.૭૮ કરોડના ૨૬ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકોપર્ણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળની સરકાર દ્વારા મોરબીમાં કરોડોના ખર્ચે મેડિકલ કોલેજ, જીઆઇડીસી, સિરામિક પાર્ક, અદ્યતન માર્ગો, ટ્રાફિક નિયંત્રણ માટે ફ્લાય ઓવર, સુવિધાસભર ગ્રામ્ય માર્ગો વગેરેની ભેટ મળી છે. એક વર્ષમાં મોરબી જિલ્લાને ૧૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું નજરાણું મળ્યું છે, જે થકી મોરબીની કાયાકલ્પ થઈ રહી છે. ડબલ એન્જિન સરકારની ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાને વેગવંતી બનાવવામાં મોરબી પણ અનેક ઉંચાઈઓ સર કરી રહ્યું છે તેવું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે ૯.૫૯ કરોડના ખર્ચે SJMMSVY હેઠળ ડીઆઈ પાઈપલાઈનનું કામ, ૫ કરોડના ખર્ચે ભરડા(પાડધરા) ૬૬ કે.વી. સબસ્ટેશન, ૫ કરોડના ખર્ચે ગાળા ૬૬ કે.વી. સબસ્ટેશન તથા ૩.૯૭ કરોડના ખર્ચે મોરબી વેટરનરી પોલિકલીનિકની નવી ઈમારતનું બાંધકામ વગેરે મળી કુલ ૩૩.૨૦ કરોડના ૧૭ વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા ૮૫ લાખના ખર્ચે મોરબી નવા રસ્તાની જોગવાઈ, ૩૬ લાખના ખર્ચે મોરબી આંગણવાડીનું બાંધકામ અને અપગ્રેડેશન વગેરે મળી ૩.૫૮ કરોડના ૯ કામોનું લોકાપર્ણ એમ કુલ ૩૬.૭૮ કરોડના ૨૬ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

આ તકે સર્વે ઉપસ્થિતોએ માહિતી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિશ્વાસ થી વિકાસયાત્રા અંગેની ફિલ્મ નિહાળી હતી. ઉપરાંત માહિતી વિભાગ દ્વારા મહાનુભાવોને વિશ્વાસથી વિકાસયાત્રા પર નિર્મિત પુસ્તક અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત સર્વેએ રાજ્યકક્ષાએ યોજાયેલ કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. આ પ્રસંગે મંત્રી સાથે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મળભાઈ જારિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડી તેમજ કે.કે.પરમાર, વિનોદ પટેલ, પ્રકાશ શુક્લ, મનોજ ગુપ્તા, મોરબી સિરામિક અસોશિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા સહિતના હાજર રહ્યા હતા








Latest News