માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત


SHARE











માળીયા (મી)ના મોટાભેલા ગામે ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત

માળિયા મીયાણા તાલુકામાં આવેલા મોટા ભેલા ગામે કોઈ ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત નીપજયું છે જેથી સ્થાનિક પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવેલા મોટાભેલા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની બીજલીબેન રાકેશભાઈ સિસોદિયા જાતે કોળી ઠાકોર નામની આઠ વર્ષીય બાળકીને મૃત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી. વાળા દ્વારા તપાસ ચલાવવામાં આવતા મૃતક બાળકીના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી બીજલીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે મોરબીના માળીયા મિયાણા તાલુકાના અણીયારી ગામે રમેશભાઈની વાડીએ ઝેરી દવા પી ગયેલા વિજય ભીમાભાઇ સંગોડ નામના ૨૫ વર્ષના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી બનાવને પગલે પોલીસે કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

ફીનાઇલ પીધું

મોરબી તાલુકાના શાપર ગામે રહેતા દિલીપભાઈ રામજીભાઈ વાઘેલા નામના ૩૮ વર્ષના યુવાને લક્ષ્મીનગર ગામે ફીનાઇલ પી લેતા તેને સિવિલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ ચલાવવામાં આવતા ખુલ્યું હતું કે દિલીપભાઈના પત્ની હાલ માવતર રિસામણે ગયેલા હોય અને તે બાબતે લાગી આવતા દિલીપભાઈએ પોતાના સાસરે જઈને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ એડોન સિરામિકની નવી બનતી સાઈટ ઉપર કામ દરમિયાન ડાબા પગના ભાગે સાપ કરડી જતા શંકરભાઈ લગનભાઈ શાહ નામના ૫૦ વર્ષીય આધેડને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યારે મોરબીના રહેવાસી શિવમ ઉમેશભાઈ નિમાવત નામનો યુવાન ઘરેથી કોલેજે જતો હતો ત્યારે અરુણોદયનગર ચોક પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News