વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના માટેલ રોડે લેટોજા સીરામીકમાં ગેસ લીકેજ થતાં આગ: ચાર શ્રમિક દાઝ્યા


SHARE









મોરબીના માટેલ રોડે લેટોજા સીરામીકમાં ગેસ લીકેજ થતાં આગ: ચાર શ્રમિક દાઝ્યા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ રોડ ઉપર લેટોજા સીરામીક નામના કારખાનામાં ગેસ લીકેજ થવાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં કારખાનામાં કામ કરતાં ચાર શ્રમિકો દાજી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલ્સને જાણ પણ કરવામાં આવી છે

મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર આવેલા સીરામીક કારખાનામાં અવારનવાર આગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને છેલ્લા સમયગાળા દરમિયાન ગેસની પાઇપલાઇનમાંથી લીકેજ કે પછી વધુ ગેસ આવી જવાના લીધે કે રીપેરીંગ કામ દરમિયાન આગ લાગવાની ઘટના સામે આવી છે અને દાઝી જવાના બનાવો બન્યા છે તેવામાં વધુ એક બનાવવા વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર રાત્રી દરમિયાન બન્યો હતો

સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ લેટોજા સિરામિક કારખાનાની અંદર ગેસ લીકેજ થવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ચાર શ્રમિકો દાજી ગયા છે તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માટેલ રોડ ઉપર આવેલ લેટોજા સીરામીક કારખાનામાં ગેસ લીકેજ થવાના કારણે આશિષ સિંધાભાઈ પાલ (૨૭), કમલેશ રામકરણ પાલ (૩૭), સચિન ચેમલાભાઈ પાલ (૧૯) પવન કલુભાઈ પાળ (૧૮) રહે હાલ બધા લેટોજા સીરામીક માટેલ રોડ મૂળ રહે મધ્યપ્રદેશ વાળા દાઝી ગયા હોવાથી તેઓને સારવાર માટે રાજકોટની સિવિલમાં લઈ ગયા છે




Latest News