વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી: જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધાના ફોર્મ ૨૪ સપ્ટેમ્બર સુધીમાં ભરી દેવા


SHARE









મોરબી: જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધાના ફોર્મ ૨૪ સપ્ટેમ્બર સુધીમાં ભરી દેવા

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત  તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત બાળ પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત વિભાગ “અ” માં ૦૭ વર્ષથી ઉપરના ૧૦ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. વિભાગ “બ” માં ૧૦ વર્ષથી ઉપરના અને ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. જ્યારે ખુલ્લા વિભાગમાં ૦૭ વર્ષથી ઉપરના અને ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. જેમાં, વિભાગ- “અ” તથા વિભાગ- “બ” માં વકૃત્વ સ્પર્ધા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, એકપાત્રીય અભિનય, નિંબધ, લગ્નગીત, લોક-વાદ્ય સંગીત ઉપરાંત, ખુલ્લા વિભાગમાં લોકવાર્તા, લોકગીત, ભજન, દોહા-છંદ-ચોપાઈ, સમુહગીત, લોકનૃત્ય એમ “અ” વિભાગની કુલ-૦૭, “બ” વિભાગની કુલ ૦૭ અને ખુલ્લા વિભાગની કુલ -૦૬  એમ કુલ-૨૦ કૃતિનો સમાવેશ થાય છે.

આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા.૨૪/૯ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨  ખાતે જમાં કરવાના રહેશે. તા.૨૪/૯ બપોરે ૧૨ કલાક પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News