માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીની ગંદકી-અવ્યવસ્થા માટે ભાઈશ્રીએ કરેલ ટકોરને ગંભીરતાથી લેતા પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર


SHARE











મોરબીની ગંદકી-અવ્યવસ્થા માટે ભાઈશ્રીએ કરેલ ટકોરને ગંભીરતાથી લેતા પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર

મોરબીની ગંદકી અને અવ્યવસ્થા જોઈને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ખૂબ જ વ્યથિત થયા હતા માટે તેને કથા દરમ્યાન વ્યાસપીઠ ઉપરથી આ મુદે પાલિકા પ્રમુખને ટકોર કરી હતી જેથી આ બાબતે પાલિકા પ્રમુખની સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, સતત વરસાદના લીધે ગંદકી અને અવ્યવસ્થાની  સમસ્યા હતી જો કે, હવે વરસાદે વિરામ લેતા પાલિકા દ્વારા સ્વચ્છતા અને રોડની કામગીરી શરૂની સૂચના આપી દેવામાં આવી છે

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કેવ્યાસપીઠ ઉપરથી પાલિકાના પ્રમુખને ટકોર કરી હતી અને કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન દેશને ક્લિન ઇન્ડિયાનો સંદેશ આપી રહ્યા છે અને ગુજરાતમાં ક્લિન ઇન્ડિયાના તેઓ બ્રાન્ડ અગાઉ એમ્બેસેડર હતા ત્યારે તેઓએ ભૂતકાળમાં સ્વછતા માટે હાથમાં સાવરણા લીધે છે અને તેની સંસ્થાના બાળકોએ પણ પોરબંદરની ચોપાટીને સાફ કરવા માટે તાજેતરમાં જ સાવરણા હાથમાં લીધા હતા ત્યારે મોરબીની ગંદકી અને અવ્યવસ્થા જોઈને તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા અને પાલિકાના મહિલા પ્રમુખ પણ કથામાં આવ્યા હોય તેઓને તેની ટિમ સાથે મોરબીને નિટ એન્ડ ક્લિન કરવા માટેની ટકોર કરી હતી અને આગામી દિવસોમાં તે પાછા મોરબીમાં સફાઈ વ્યવસ્થા જોવા માટે આવશે તેવું પણ જે તે સમયે તેઓએ કહ્યું હતું જેથી કરીને આ મુદે પાલિકાના મહિલા પ્રમુખની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, સતત વરસાદના લીધે ગંદકી અને અવ્યવસ્થા છે જો કે, હવે વરસાદે વિરામ લેતા મોરબીમાં સ્વચ્છતા માટેની કામગીરી અને રોડની કામગીરી શરૂ કરવા માટેના વર્ક ઓર્ડર આપીને સૂચન આપી દેવામાં આવી છે






Latest News