માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોના વોરિયર્સને યાદ કરીને વ્યાસપીઠ ઉપરથી કથાના છેલ્લા દિવસે ભાઇશ્રી રમેશભાઈ ઓઝા બન્યા ભાવુક


SHARE











મોરબીમાં કોરોના વોરિયર્સને યાદ કરીને વ્યાસપીઠ ઉપરથી કથાના છેલ્લા દિવસે ભાઇશ્રી રમેશભાઈ ઓઝા બન્યા ભાવુક

મોરબીના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે કોરોનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેના છેલ્લા દિવસે કથાનું વર્ણન કરતા સમયે કોરોના કાળ દરમિયાન કામગીરી કરનારા મેડિકલ વિભાગના કર્મચારી, પોલીસ કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ સહિતનાઓને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ યાદ કર્યા હતા અને તેને લોકોના જીવ બચાવવા માટે જે કામ કર્યું હતું તેને યાદ કરતા ભાઇશ્રી ભાવુક થઈ ગયા હતા અને આ કથાનું પુણ્ય તેઓને પણ મળશે તેઓ ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો

મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેઓના પરિવાર દ્વારા મોરબી પંથકમાં કોરોના દરમિયાન અવસાન પામેલા લોકોના મોક્ષર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથા મોરબીના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે બેસાડવામાં આવી હતી અને સાત દિવસ દરમિયાન વિશાળ સંખ્યામાં લોકોએ કથાનો લાભ લીધો હતો રમિયાન ગઇકાલે છેલ્લા દિવસે શ્રોતાઓને કથાનું રસપાન કરાવતા સમયે કથાકાર રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ ઉપર ભાવુક  બની ગયા હતા

ત્યારે ભાઇશ્રી વ્યાસપીઠેથી જણાવ્યું હતું કે કોરોના દરમિયાન જે લોકોને કોરોના થયો હોય તેની પાસે તેના પરિવારજનો જઈ શકતા ન હતા, તેની અંતિમ વિધિમાં તેના પરિવારજનો જઈ શકતા ન હતા, તેની પાછળ ધાર્મિક ક્રિયાક્રમ કરાવી શકતા ન હતા તેવા સમયે મેડિકલ વિભાગના કર્મચારીઓ જેમાં ડોક્ટર અને નર્સ સહિતના કર્મચારીઓ દ્વારા કોરોના જે વ્યક્તિને થયો હોય તેની જે રીતે સેવા કરવામાં આવી હતી તેને યાદ કરી હતી તેની સાથોસાથ પોલીસ વિભાગ અને સફાઈ કર્મચારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેને યાદ કરીને તેઓ ભાવુક બન્યા હતા અને કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેનું ફળ આ તમામ કર્મચારીઓને પણ મળશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી






Latest News