મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે બંધ કારખાનામાં-પંચાસર રોડે જુગારની બે રેડ: ૧૧ જુગારી ૯૪૩૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









વાંકાનેરના ઢુવા પાસે બંધ કારખાનામાં-પંચાસર રોડે જુગારની બે રેડ: ૧૧ જુગારી ૯૪૩૦૦ ની રોકડ સાથે પકડાયા

વાંકાનેર તાલુકાના ઢુવા પાસે બંધ પડેલા કારખાનામાં તેમજ વાંકાનેર શહેરના પંચાસર રોડ ઉપર મંદિર પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૧ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૯૪૩૦૦ નો મુદ્દામાલ કબજે કરીને ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે નવઘણભાઈ કાળુભાઈ દેત્રોજા, રોહિતભાઈ જગદીશભાઈ વિજવાડીયા, હર્ષદભાઈ ધીરુભાઈ સેટાણીયા, મનોજભાઈ શામજીભાઈ દેકાવાડિયા અને વિજયભાઈ વસંતભાઈ દલસાણીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦૩૦૦ ની રોકડ કબજે કરી હતી અને ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ઢુવા ગામની સીમમાં ભવાની કાંટા વાળા રસ્તે આવેલ જયકો નામના બંધ કારખાનામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સંજયભાઈ રૂપનાથભાઈ ગોપાણી, શામજીભાઈ ઉર્ફે સામો વસ્તાભાઈ ચૌહાણ, રજનીકાંતભાઈ અવસરભાઈ ગોપાણી, નયનભાઈ જયંતીભાઈ મકવાણા, પંકજભાઈ ભુદરભાઈ સંઘાણી અને રાજેશભાઈ કેશુભાઈ અઘારા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૮૪ હજાર રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી




Latest News