મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સહિત ત્રણ જીલ્લામાં દારૂના અનેક ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો


SHARE









મોરબી સહિત ત્રણ જીલ્લામાં દારૂના અનેક ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો

મોરબી, સુરેન્દ્રનગર તથા વલસાડ જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં દારૂના ૧૧ જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપીની મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બી.ની ટીમે ધરપકડ કરેલ છે અને આ આરોપી ૭ ગુનામાં એકાદ વર્ષથી નાસતો ફરતો હતો.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના પૃથ્વીરાજસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડાને મળેલ હકિકત આધારે પોલીસે મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, વાંકાનેર સિટી, તથા સુરેન્દ્રનગર જિલ્લા અને વલસાડ જીલ્લામાં દેશી વિદેશી દારૂના સાત ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી બળવંતભાઇ જીવણભાઇ સાપરા રહે. મૂળ ચોટીલા હાલે સુરેન્દ્રનગર વાળાની સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટીમાં આવેલ નેમીનાથ ફલેટની પાછળથી ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીની સામે ૧૧ જેટલા ગુન્હા નોંધાયેલ છે

આરોપી ઝડપાયો

બંધુનગર નજીકથી મધ્યપ્રદેશના નિમચ જિલ્લામાથી સગીરાની અપહરણ કરીને આવેલ આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપી નેપાલ ફુલચંદ બૈરાગીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે પકડ્યો છે અને તેની સાથે ભોગ બનનાર પણ મળી આવેલ છે અને તેની જાણ નિમચ જિલ્લા પોલીસને કરવામાં આવી છે.




Latest News