ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ઇન્ટરનેશનલ માઇક્રોઓર્ગેનિઝમ્સ ડે ઉજવાયો


SHARE











મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ઇન્ટરનેશનલ માઇક્રોઓર્ગેનિઝમ્સ ડે ઉજવાયો

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ઇન્ટરનેશનલ માઇક્રોઓર્ગેનિઝમ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોલેજની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને માઇક્રોઓર્ગેનિઝમ્સની માહિતી પૂરી પાડી હતી. ત્યારે નવયુગ મહિલા સાયન્સ કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના ટીવાય બીએસસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા આ દિવસને ખાસ બનાવવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીનીઓએ માઈક્રોબાયોલોજી વિષયને અનુલક્ષીને ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હતી. જેમાં “માઇક્રોઓર્ગેનિઝમ્સ લેટરીંગ ડિસ્પ્લે” એટલે કે “ઈ. કોલાઇ” બેક્ટેરિયાને પ્લેટ્સ પર ગ્રો કરાવીને અલગ અલગ આલ્ફાબેટ્સ ડિસ્પ્લે કરેલ કે જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૉલેજનું નામ “NAVYUG 2022” લખ્યુ હતું. આ ઉપરાંત તેઓએ માઈક્રોબાયોલોજી વિષય આપણી લાઈફ સ્ટાઇલ સાથે કેવી રીતે જોડાયેલો છે એ સમજાવવા માટે તેમને કાર્ટુનીંગ આર્ટ તેમજ એચ.આઈ.વી. અને એઇડ્સ જેવા ઘાતકી રોગ પ્રત્યે જાગૃતી લાવવા માટે અલગ અલગ પોસ્ટર પ્રેઝન્ટેશન કરીને બીએસસી, એમએસસી, ડીએમએલટીની વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી. આ આયોજનને સફળ બનાવવા માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના અધ્યાપકો અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. આ જ્ઞાનવર્ધક ઉજવણી માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા હતા.






Latest News