ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર-ત્રાજપર ખારીમાં જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા


SHARE











મોરબીના મહેન્દ્રનગર-ત્રાજપર ખારીમાં જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીએનજીના પંપ નજીક અને ત્રાજપર ખારીમાં જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ચાર જુગારીને પકડવામાં આવેલ છે અને તેની પાસેથી કુલ ૮૮૯૦ ની રોકડ પોલીસે કબ્જે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના મહેન્દ્રનગર ગામથી ઘુટુ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા સીએનજી પેટ્રોલ પંપ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા શામજીભાઈ બાબુભાઈ વાઘાણી જાતે કોળી (૨૪) રહે. ઇન્દીરાનગર અને આરીફભાઈ મહમ્મદભાઈ પાયક જાતે ઘાંચી (૨૪) રહે. કાંતિનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૩૯૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બીજી એક રેડ મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં ઢોળા પાસે કરી હતી જ્યાં કાળકા માતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા વિજય રમેશ બારૈયા કોળી (૨૨) રહે.ત્રાજપર ખારી મોરબી-૨ અને રવિ રમેશ વિંજવાડીયા કોળી (૨૯) રહે. સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુંટુુ રોડ સમાકાંઠે મોરબી-૨ વાળાઓની રોકડા રૂપિયા ૫૫૦૦ સાથે ધરપકડ કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.






Latest News