મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને કમલમ ફ્રુટ નું વાવેતર વધારવા સહાય અપાશે


SHARE











મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને કમલમ ફ્રુટ નું વાવેતર વધારવા સહાય અપાશે

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ડ્રેગન ફ્રુટ "કમલમ ફ્રુટનો વાવેતર વિસ્તાર વધારવા માટે સરકારશ્રીના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર વાવેતર ૨૦૨૨-૨૩ માં પોતાની માલિકીની જમીનમાં વાવેતર કરેલ હોય તેવા સામાન્ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ ૩,૦૦,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના ખેડુત માટે ખર્ચના ૭૫%  કે મહત્તમ રૂ. ૪,૦૦,૦૦૦/હે પ્રતિ હેક્ટરની ૬,૦૦,૦૦૦- ની યુનિકોસ્ટ મર્યાદામાં મહત્તમ ૧ હેક્ટર માટેની સહાય આપવામાં આવશે.

આ માટે જિલ્લાના તમામ બાગાયતી ખેડૂતોએ તા.૧૫ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૪ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરશે

મોરબી બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ થકી બાગાયત ખેડૂતોને સહાય આપવા માટે કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજના અમલી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ નો લાભ પ્રાપ્ત કરવા માટે બાગાયત ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમ હેઠળ ખેડૂતો ઓછામાં ઓછી ૨ હેક્ટર અને વધુમાં વધુ ૪ હેકટર તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળી સભાસદો ઓછામાં ઓછી ૨ હેક્ટર અને વધુમાં વધુ ૫૦ હેકટરની મર્યાદામાં બહુ વર્ષાયુ ફળઝાડ માટે સહાય તથા પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંપોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ પૈકી ઓછામાં ઓછા બે ઘટકોમાં સહાય મળવા પાત્ર થશે. ખેડૂતોએ ૭/૧૨,૮-અ, જાતિના દાખલાની નકલ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુકની નકલ, જમીન તથા પાણી ચકાસણી રીપોર્ટ સહિતના સાધનિક કાગળો અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તથા વધુ માહિતી માટે ૦૨૮૨૨ - ૨૪૫૨૨૪૦ પર સંપર્ક કરવો તેમ મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે






Latest News