મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હત્યા, લૂંટ, ઘરફોડ ચોરી અને જીવલેણ અકસ્માતના ગુનામાં ઘટાડો: રેન્જ આઇજી સંદીપસિંહ


SHARE











મોરબી જીલ્લામાં હત્યા, લૂંટ, ઘરફોડ ચોરી અને જીવલેણ અકસ્માતના ગુનામાં ઘટાડો: રેન્જ આઇજી સંદીપસિંહ

રાજકોટ રેન્જમાં આવતા જુદાજુદા જિલ્લામાં સમયાંતરે ક્રાઇમની સમિક્ષા કરવા માટે ઇન્સ્પેક્શન રાખવામા આવે છે તેવી જ રીતે આજે મોરબી જીલ્લામાં રેન્જ આઇજીની હાજરીમાં માળીયા અને ટંકારા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબી જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે પત્રકાર પરિષદ રખવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં હત્યા, લૂંટ, ઘરફોડ ચોરીના ગુનામાં ઘટાડો થયો છે અને હથિયાર, જુગાર તેમજ દારૂના વધુ ગુના શોધવામાં પોલીસને સફળતા મળી છે

મોરબી જીલ્લામાં પોલીસની કામગીરીનું ઇન્સ્પેક્શન અને સમીક્ષા માટે રેન્જ આઇજી સંદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા એસપી કચેરી ખાતે કરવામાં આવી હતી ત્યાર બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કેમોરબી જિલ્લાની અંદર હત્યાના ગુનામાં ૪૨ ટકાનો ઘટાડો થયો છે તેવીજ રીતે લૂંટના ગુનામાં ૭ ટકા, ઘરફોડ ચોરીના ગુનામાં ૧૦ ટકા,  શરીર સંબંધી ગુનામાં ૧૧ ટકા અને ફેટલ અકસ્માતના ગુનામાં ૭ ટકાનો ઘટાડો થયો છે જો કે, પોલીસ દ્વારા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જીલ્લામાં હથિયારના ૪૨ ટકા, જુગારના ૧૨ ટકા અને દારૂના ૧૫ ટકા ગુના વધુ શોધવામાં આવેલ છે અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગુનેગારોને ડામવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે તેવું પણ રેન્જ આઇજીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ






Latest News