મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

મોરબીના જવાહર નવોદય વિદ્યાલયમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ


SHARE









મોરબીના જવાહર નવોદય વિદ્યાલયમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ

મોરબી જિલ્લાની કોઠારિયા સ્થિત આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં હાલ ધો. ૬થી ૯ ના કુલ ૨૬૦ વિદ્યાર્થીઓની હાજરીમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ હતી ત્યારે ભગવાન બુદ્ધે આપેલી વિપશ્યના સાધના અંતર્ગત  આનાપાન અને મૈત્રી સાધનાના અભ્યાસનું ખૂબ મહત્વ છે. બાળકો માટે સ્પેશિયલ આ કાર્યક્રમ ડિઝાઈન કરી મંત્રો અને પ્રાણાયામની સાથે બાળકો અને શિક્ષકો જોડાયા હતા. અત્રે ઉલેખનીય છે કે, જવાહર નવોદય વિદ્યાલયમાં સાંજના રમણીય વાતાવરણમાં બાળકોની એકાગ્ર શક્તિ વધે, મન મસ્તિક ફળદ્રુપ બને અને સ્વને ઓળખે તેમજ કાર્ય શક્તિમાં વધારો થાય તે ઉદ્દેશ્યથી આ યોગ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પી.ટી. ટીચર ચંદ્રિકા મેડમે સુંદર રીતે વિપશ્યના સાધનાનો પરિચય આપ્યો હતો. જેમાં મુખ્ય વાહક તરીકે લેખક કવિ વિપસી સાધક એવા શૈલેષભાઈ કાલરીયાએ યોગ ગુરુની સુંદર ભૂમિકા ભજવી અને બાળકોને પ્રેરણા મળે તેવી વાચન અને ધ્યાનની બે  વાત મૂકી હતી. સૌએ એક નવો જ શાંતિનો અનુભવ કર્યો અને કાયમી 10 મિનિટ અભ્યાસ કરવાનો સંકલ્પ લીધો હતો આ શિબિરના આયોજન માટે દિલીપભાઈ બારૈયા અને ભરતભાઈ બોપલિયાએ જહેમત ઉઠાવી હતી. શિબિર માટે જરૂરી વ્યવસ્થા શાળાના આચાર્ય  પટેલ સર અને સાથી શિક્ષકમિત્રો કરી હતી..




Latest News