મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે જનરલ સ્ટોરમાં LCB એ કરી જુગારની રેડ : ૮ જુગારીની ૪.૩૨ લાખની રોકડ સાથે ઝડપાયા


SHARE











મોરબીના દલવાડી સર્કલ પાસે જનરલ સ્ટોરમાં LCB એ કરી જુગારની રેડ : ૮ જુગારીની ૪.૩૨ લાખની રોકડ સાથે ઝડપાયા

મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે મોરબીના કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ વૃંદાવન પાર્કના જનરલ સ્ટોરમાં રેડ કરી હતી જ્યાં જનરલ સ્ટોરના રૂમમાં આઠ ઈસમો નોડી રાતના જુગાર રમી રહ્યા હોય આઠેયની રોકડા રૂપિયા ૪.૩૨ લાખ જેવી મતબર રકમ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. 

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી એલસીબીના સ્ટાફ ચંદુભાઇ કલોત્રા, દશરથસિંહ પરમાર અને ભરતભાઇ જીલરીયાને મળેલ બાતમીના આધારે તેમના સહતના પોલીસ સ્ટાફે મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે આવેલ વૃંદાવન પાર્કમાં રેડ કરી હતી જયાં ગુરૂકૃપા જનરલ સ્ટોર નામે ઘરમાં જ દુકાન ચલાવતા અને મૂળ ખાખરાળા ગામના મનોજ રતિલાલ સદાતીયા જાતે પટેલ (૪૨) નામના ઈસમની ગુરુકૃપા જનરલ સ્ટોર નામની દુકાનના રૂમમાં જુગારધામ ચાલી રહ્યું હોય ત્યાંથી દુકાનદાર મનોજ રતિલાલ સદાતીયા તેમજ નયન વ્રજલાલ માકાસણા જાતે પટેલ (૩૪) રહે. હળવદ ઉમિયાનગર આઈ.ટી.આઈ સામે, ધવલ જયંતીભાઈ ઉર્ફે જયેશભાઈ પટેલ (૨૯) રહે.સરદાર એપાર્ટમેન્ટ દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ મોરબી મૂળ પીપળીયા તાલુકો મોરબી, હસમુખભાઈ વાલમજી રૈયાણી જાતે પટેલ (૪૪) રહે. હળવદ વસંતપાર્ક મૂળ રહે ઈશ્વરનગર, નિલેશ કાળુભાઈ સાવલિયા જાતે પટેલ (૫૫) રહે. ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટ જીવરાજ પાર્ક સેટેલાઈટ વિસ્તાર અમદાવાદ, ચેતન મગનભાઈ લોરીયા જાતે પટેલ (૩૨) રહે. વૈભવનગર પાપાજી ફન વર્લ્ડ સામે મોરબી મૂળ વાઘપર પીલુડી તાલુકો મોરબી, અનિલ સવજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૩૯) રહે સુકુન એપાર્ટમેન્ટ ચાંદલોડિયા અમદાવાદ અને ભાવેશ પ્રભુદાસભાઈ પટેલ (૩૭) રહે.સરદાર સોસાયટી દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ મોરબી મૂળ રહે જીકિયારી તાલુકો મોરબી વાળાઓની સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૪,૩૨,૫૦૦ સાથે ધરપકડ કરી તમામ સામે જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તમામની ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા એશિયન પોલીપેક નામના યુનિટ નજીક રહીને કામકાજ કરતા મહેન્દ્રભાઈ છાદીલાલ પટેલ નામના ૫૦ વર્ષીય આધેડ પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા પ્રસાદ ચતુરભાઈ વિકાણી નામના ૩૫ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ સામે આવેલ સત્યમ પાનવાળી શેરીમાં રહેતા લલિતભાઈ પ્રેમજીભાઈ પુજારા નામના ૫૬ વર્ષના આધેડ ઘરેથી કામ સબબ બાઈક લઈને બજારમાં બહાર નીકળ્યા હતા ત્યારે વાઘપરા મેઇન રોડ ઉપર અજાણ્યા બાઇક સાથે તેઓની અથડામણ થતા માથાના ભાગે ઇજાગ્રાસ્ત હાલતમાં લલિતભાઈ પુજારાને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવા આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા આગળની તપાસ કરવામાં આવેલ છે.






Latest News