મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સોમવારથી આઉટસોર્સ કર્મચારીઓની અચોક્કસ મૂદતની હડતાલ


SHARE











મોરબી જીલ્લામાં સોમવારથી આઉટસોર્સ કર્મચારીઓની અચોક્કસ મૂદતની હડતાલ

મોરબી જિલ્લા સહિત રાજયાના દરેક જીલ્લામાં સરકારી કચેરીઓ આઉટસોર્સ કર્મચારીઓના આધારે ચાલે છે તે અધિકારીઓએ પણ સારી રીતે જાણે છે તો પણ આઉટસોર્સ કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને આ કર્મચારીઓએ કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અથવા યોગ્ય પગાર નીતિ બનાવવાની માંગ કરેલ છે અને પાંચ માંગણીઓને લઈ વારંવાર રજૂઆત કરી છે તો પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી જેથી કરીને આગામી સોમવારથી આઉટસોર્સ કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે

હાલમાં મોરબી જીલ્લામા પ્રાંત અધિકારી, મામલતદારને આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ છે જેમાં સરકારી કચેરીમાં કરાર આધારિત આઉટસોર્સ કર્મચારીઓ કામ કરે છે તેનું શોષણ કરવામાં આવતું હોવાની રજૂઆત કરવામાં આવી છે અને તેઓને કાયમી કરવામાં આવે અથવા સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારી જેટલો પગાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ કોઈ પ્રશ્ન ઉકેલાયેલ નથી અને જેથી આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો, મેડિકલનો લાભો, એલટીસી અને જીવન વીમાના લાભો આપવામાં આવે, સરકારી કર્મચારીઓને મળતા જીપીએફ અને સીપીએફના લાભો આપવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે અને વારંવાર રજૂઆત કરી છે તો પણ સરકાર દ્વારા તેઓની માંગણીને ધ્યાને લેવામાં આવતી નથી જેથી કરીને હવે હડતાળ ઉપર જવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને જો આગામી તા ૨૬ સુધીમાં તેઓની માંગણીને સંતોષવામાં નહીં આવે તો મોરબી જીલ્લામાં કામ કરતાં આઉટસોર્સ કર્મચારીઓ અચોક્કસ મુદાતની હડતાલ ઉપર જશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News