મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોરબીમાં કોંગ્રેસની અગત્યની મિટિંગ યોજાઇ


SHARE









આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોરબીમાં કોંગ્રેસની અગત્યની મિટિંગ યોજાઇ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ભાઈ ઠાકોરની સૂચના અનુસાર ગઇકાલે મોરબી શહેર, મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની ચૂંટણીલક્ષી માર્ગદર્શન મિટિંગ ભક્તિનગર સર્કલ પાસે આવેલ પાટીદાર હૉલ ખાતે રાખવામા આવી હતી અને તેમાં દરેક બુથ દરેક ઘર સુશી જઈને કોંગ્રેસ દ્વારા અપાયેલ આઠ વચનો મતદારો સુધી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે અને બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ દિવસે પીપળી, જેતપર અને અણિયારી રોડ પર મોટર સાયકલ રેલી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે આ મિટિંગમાં મોરબી તાલુકા અને મોરબી શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, દરેક ફ્રન્ટલ સેલ અને મોરચાના પ્રમુખો, સ્થાનીક સ્વરાજની ચૂંટણી લડેલ ઉમેદવારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા અને મોરબી શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ રાજુભાઈ કાવર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી




Latest News