મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો: મોરબીના મકનસર પાસે ૨૮૦ કરોડના ખર્ચે બનશે ઈનલેન્ડ કન્ટેનર ડેપો


SHARE











સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો: મોરબીના મકનસર પાસે ૨૮૦ કરોડના ખર્ચે બનશે ઈનલેન્ડ કન્ટેનર ડેપો

મોરબીની આસપાસમાં આવેલ સિરામિકના કારખાનામાંથી ઉધોગકારો દ્વારા કન્ટેનર મારફતે દુનિયાના જુદાજુદા દેશોમાં માલ મોકલાવવામાં આવે છે જો કે, અહિયાં કન્ટેનર ડેપો ન હોવાથી ઉદ્યોગકારોને હેરાન થવું પડતું હતું પરંતુ તાજેતરમાં કેન્દ્રિય નાણાં વિભાગે પીએમ ગતિ શકિત યોજના હેઠળ ૨૮૦ કરોડના ખર્ચે કન્ટેનર ડેપો મકનસર ગામ પાસે પ્રોજેક્ટને મંજુરી આપી છે

મોરબીના સિરામિક ઉધોગકારો ઘણા વર્ષોથી કન્ટેનર ડેપોની માંગ કરી રહ્યા હતા કેમ કે, અહી ડેપો ન હોવાથી કન્ટેનરને ટ્રક મારફતે મુન્દ્રા કે કંડલા સુધી મોકલવા પડતાં હતા જેથી ઉદ્યોગકારોને માલ પરિવાહનનો ખર્ચ વધી જતો હતો જેથી મોરબી જિલ્લામાં કન્ટેનર ડેપો આપવા માટેની માંગ કરવામાં આવી રહી હતી અને સરકારે આ માંગણીને સ્વીકારી લીધેલ છે તેજતરમા નાણા વિભાગ દ્વારા કરવામાં આવેલ જાહેરાતથી મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો થવાનો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબીના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટને ઘ્યાને લઈને ભારતીય રેલ્વે વિભાગ દ્વારા મોરબીના મકનસર ગામ પાસે ICD (ઈનલેન્ડ કન્ટેનર ડેપો)ને મંજુરી આપેલ હતી આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માટે મોરબી સીરામીક એસો. દ્વારા સાસંદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરવામાં આવી હતી અને તેઓએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી જેથી પીએમ ગતિ શકિત યોજના હેઠળ ૨૮૦  કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરેલ છે અને પ્રથમ તબક્કા માટે ૧૧૨ કરોડ ફાળવેલ છે જેથી રેલ્વે બોર્ડ દ્વારા ICD (ઈનલેન્ડ કંન્ટેનર ડેપો)ના આ પ્રોજેક્ટનુ કામ આગળ વઘશે તેવું મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા પાસેથી જાણવા મળેલ છે અને મોરબીમાં રહેતા સાંસદ અને કેન્દ્ર સરકારનો મોરબી સિરામિક એસો. વતી આભાર પણ વ્યક્ત કરેલ છે અને આ સુવિધા વધવાથી મોરબીમાં ટ્રાફિકની સમસ્યા પણ ઘટશે તે નિશ્ચિત છે






Latest News