મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના જોન્સનગરમાં ઈરાનની હત્યા કરનારા ફરીદ અને ઇમ્તિયાઝની પોલીસે કરી ધરપકડ


SHARE







મોરબીના જોન્સનગરમાં ઈરાનની હત્યા કરનારા ફરીદ અને ઇમ્તિયાઝની પોલીસે કરી ધરપકડ

મોરબી શહેરના જોન્સનગર વિસ્તારમાં શુક્રવારે સાંજે યુવાનને છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ બે શખ્સોની સામે મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યા સહિતના કલમ હેઠળ ગુનો નોધીને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે



બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ શેરી-૧૧ પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં ગત શુક્રવારે સાંજના સમયે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈરાન હાજીભાઇ ખોડ (૨૫) નામના યુવાનને બે શખ્સોએ છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી જેથી કરીને પોલીસે મૃતક યુવાનના ભાઈ અસ્લમ હાજીભાઇ ખોડ (૨૨) રહે, સામાકાંઠે ભીમસર વાળાની ફરિયાદ લીધી હતી જેમાં ફરિયાદીએ જણાવ્યુ હતું કે, જોન્સનગર વિસ્તારમાં તેનો ભાઈ ઈરાન હાજીભાઇ ખોડ (૨૫) ઊભો હતો ત્યારે બાઈક નંબર જીજે ૩૬ એબી ૨૦૨૮ લઈને ફરીદ અબ્બાસભાઈ સાયચા અને ઇમ્તિયાઝ સલિમભાઈ ભટ્ટી રહે, બંને શિવ સોસાયટી, કાલિકા પ્લોટ વાળા ત્યાં આવ્યા હતા અને તેમણે ઈરાનની સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં ગાળો આપીને ફરીદે તેની પાસે રહેલી છરી વડે હુમલો કર્યો હતો અને ઈરાનને છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું આ ગુનામાં પોલીસે આરોપી ફરીદ અબ્બાસભાઈ સાયચા મિયાણા (૨૨) અને ઇમ્તિયાઝ સલિમભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૦) રહે, હાલ બંને શિવ સોસાયટી સાયન્ટીફીક વાડી રોડ મોરબી મૂળ રહે, વવાણિયા તાલુકા માળીયા વાળાની પીઆઇ બી.પી. સોનારાએ કલમ ૩૦૨, ૫૦૪ અને ૧૧૪ હેઠળ ધરપકડ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News