મોરબીમાં લાલબાગ પાસે ઝૂપડામાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા શખ્સની ધરપકડ
SHARE









મોરબીમાં લાલબાગ પાસે ઝૂપડામાં પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા શખ્સની ધરપકડ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગ પાસે સેવા સદન નજીક ઝુંપડામાં રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા હતા જેથી કરીને યુપીના શખ્સ સામે ભોગ બનેલી બાળકીની માતાએ આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં લાલબાગ નજીક સેવા સદન પાસે આવેલ નાસ્તા ગળી નજીક ઝુંપડામાં રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી આરોપીના ઝૂપડામાં રમવા માટે ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઇને યુપીના શખ્સ દ્વારા તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા જેથી કરીને ભોગ બનેલી બાળકીની માતાએ સુમિતભાઈ ઉર્ફે બાડો રામશંકર ચોરસિયા રહે.હાલ નાસ્તાગલી લાલબાગ સેવાસદન પાસે સામાકાંઠે મોરબી-૨ મૂળ લખનઉ યુપી વાળાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તાત્કાલીક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
જાહેરમાં બખેડો
મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર ધોળેશ્વર રોડ ઉપર મામાદેવ મંદિર પાસે સુરેશભાઈ અવચરભાઇ વિંઝવાડીયા (૨૩) અને જેરામભાઈ શિવાભાઇ સાલાણી (૪૦) જાહેરમાં બખેડો કરી રહ્યા હતા અને મારામારી કરતા હતા માટે પોલીસે ગુનો નોંધીને બંને સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
