મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના ખોડા પીપર પાસે બાઇક અને ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત


SHARE











મોરબીના ખોડા પીપર પાસે બાઇક અને ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

મોરબી તાલુકાના ખોડા પીપર ગામ પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મજૂર યુવાનને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને રાજકોટ સારવારમાં લઈને ગયા હતા અને સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના માસાની ફરિયાદ લઈને પોલીસે અકસ્માત સર્જીને ટ્રેક્ટર છોડીને નાશી ગયેલા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ એમપીના ભાંભોર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના કોયલી ગામે ધનજીભાઇ સવજીભાઇ પનારાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ જોરસિંગ મૈડા (ઉંમર ૨૨) બાઈક લઈને કોયલી ગામ પાસેથી બાઇક નંબર જીજે ૨૩ એસ ૧૩૪૧ લઈને ખોડા પીપર બાજુ જતા હતા ત્યારે ટ્રેક્ટર નંબર જીજે ૨૪ કે ૨૪૮૯ ના  ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દિનેશભાઈ મૈડાને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાન આ યુવાનનું મોત નિપજ્યું છે અને હાલમાં આ બનાવમાં મૃતકના માસા અભેસીંહ નવલસીંહ ભોરૂસીંહ મેડા જાતે આદીવાસી (૩૦) ની ફરિયાદ લઈને પોલીસે અકસ્માત સર્જીને ટ્રેક્ટરને છોડીને નાશી ગયેલા વાહન ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં બેને ઇજા

મોરબીના નાની કેનાલ રોડ ઉપર રહેતા વજીબેન બેચરભાઈ ભીમાણી (૭૪) અને અક્ષય રમેશભાઈ ભીમાણી (૨૩) ને ઇજાઓ થતા બંનેને અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ નિવેદનમાં જાણવા મળ્યું હતું કે નાની કેનાલ પાસે તેઓને રોડ અકસ્માતમાં ઈજાઓ થતા બંનેને સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે રહેતો જયદીપ અંબારામભાઈ ગોધાણી નામનો ૨૭ વર્ષનો યુવાન મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલ ક્રિષ્ના હોલ પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે તે રસ્તામાં બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમા ઈજા

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રજાક સુભાનભાઈ કટિયા નામના ૨૧ વર્ષના યુવાને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને પગલે પોલીસએ તપાસ હાથ ધરતા ખુંલ્યું હતું કે તેમના ઘરની બાજુમાં તેમના કૌટુંબીક ભાઈ રહેતા હોય અને શાકભાજીનું કેરટ દિવાલ ઉપર રાખ્યું હતું જે પોતાના ઘરમાં પડતા તે બાબતે સામેવાળાને કહેવા જતા સામાવાળાના દીકરા તોફિક દ્વારા બોલાચાલી કરીને ઝઘડો કરી ઝપાઝપી કરવામાં આવતા દિવાલ સાથે માથું અથડાયું હતું જેને લઈને તેને ઈજાઓ થઈ હતી






Latest News