વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા પાસે બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા એકનું મોત, એકને ઇજા


SHARE









હળવદના નવા ધનાળા પાસે બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા એકનું મોત, એકને ઇજા

હળવદના નવા ધનાળા પાસે બોલેરોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજયું હતું અને એક વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં આ બનાવમાં મૃતકના દીકરાએ બોલેરોના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના નવા ધનાળા (ઘનશ્યામનગર)માં રહેતા ધર્મેન્દ્રભાઇ નાનજીભાઇ તારબુંદીયા જાતે દલવાડી (૪૧)એ હાલમાં બોલેરો પીકઅપ વાહન નં જીજે ૧૧ ટી.ટી. ૭૦૫૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨૨/૯ ના રોજ બપોરના સવા બે વાગ્યાના અરશામાં માળીયા હાઇવે થી ધનાળા ગામના રસ્તે મોહનભાઇ જેરામભાઇ દલવાડીની વાડી પાસેથી આરોપી બોલેરો પીકઅપ વાહન લઈને જતો હતો ત્યારે તેને પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવીને બાઇક નં જીજે ૧૩ એએ ૪૧૬૩ વાળા સાથે બોલેરો અથડાવી હતી જેથી નાનજીભાઇ જીણાભાઇ તારબુંદીયાનું મોત નીપજયું હતું અને મનજીભાઇ વીરજીભાઇ દલવાડીને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને પોલીસે ફરિયાદ લઈને આઇ.પી.સી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી. એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા પાનેલી ગામે રહેતો મયુર ગોપાલભાઈ રાઠોડ નામનો ૨૨ વર્ષવો યુવાન કોઈ અકળ કારણસર ફિનાઇલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલ સામે રહેતા જેરામભાઈ છગનભાઈ ઝાલરીયા નામના ૭૦ વર્ષીય આધેડ રવાપરની કોહિનૂર ચોકડી નજીક બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા અરવિંદભાઈ શીવાભાઈ કાસુન્દ્રા નામનો ૪૫ વર્ષનો યુવાન બાઈકમાં જતો હતો ત્યારે આમરણ ગામ પાસેના ભારત પેટ્રોલ પંપ નજીક તેનું બાઇક ભેંસ સાથે અથડાવાથી ઇજાઓ થવાથી અરવિંદભાઈને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે અકબરભાઈ કાસમભાઇ જેડા નામનો ૩૦ વર્ષનો યુવાન ભૂલથી તેના ઘેર કેરોસીન પી જતા સારવાર માટે અત્રે સિવિલે ખસેડવામાં આવ્યો હતો




Latest News