મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

સત્ય મેવ જયતે: મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું ધાર્મિક દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE











સત્ય મેવ જયતે: મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું ધાર્મિક દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબીની અતૈહાસીક ધરોહર સમાન મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે તેને હટાવવા માટે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી અને અંતે મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરનારની સામે મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીમાં છેલ્લા વર્ષોમાં મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે તેને હટાવવાની માંગ સાથે અગાઉ હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના કાજલ સિંગાળા (હિંદુસ્તાની), વિહિપના કમલભાઇ દવે અને કમલેશ બોરિચા સહિતના આગેવાનો સહિતના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેથી કરીને તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલમાં મોરબી સિટી એ ડિવિઝન ખાતે મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર દ્વારા હેરીટેઝ સ્મારક મણીમંદિરની બાજુમાં દરગાહ ધાર્મિક દબાણ કરનારા શખ્સની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ ફરિયાદ નોંધવામાં છેલ્લા ઘણા સમયથી વિલંબ થઈ રહયો હતો જો કે, હાલમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે હિન્દુ સંગઠનના હોદેદારો સહિતના લોકોએ ભવિષ્યમાં તમામ જગ્યાને દબાણ મુક્ત કરવામાં આવશે તેવીલાગ્નિ વ્યક્ત કરેલ છે






Latest News