મોરબીમાં આહીર સમાજના ૧૨૩ થી વધુ વિદ્યાર્થીઓનો સમાજના આગેવાનોના હસ્તે સન્માનીત કરાયા
વાંકાનેરમાં લોહાણા યુવાનની હત્યાના ગુનામાં સરફરાજ મકવાણાની ધરપકડ
SHARE
વાંકાનેરમાં લોહાણા યુવાનની હત્યાના ગુનામાં સરફરાજ મકવાણાની ધરપકડ
વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની છરીના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે ત્યાર બાદ આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ફરિયાદ નોંધાઈ હતી જેમાં તા.૧૧ ના રાત્રીના એક વાગ્યે વાંકાનેર અમરનાથ સોસાયટીના નાકે અમીત ઉર્ફે લાલો અશ્વીનભાઇ કોટેચાની પૈસાની લેવડ દેવડ બાબતે આરોપી ઇમરાન ફારૂક આરબ તથા ઉનાયત અયુબ પીપરવાડીયા રહે. વાંકાનેર વાળાએ છરી ગુપ્તીથી આડેધડ ધા મારી હત્યા કરી હતી આ બનાવમાં આરોપી ઇમરાન તથા ઇનાયતને પોલીસે અટક કરીને જેલ હવાલે કરેલ છે ત્યાર બાદ આ ગુનાની તપાસ સીપીઆઈ બી.પી.સોનારાને સોપવામાં આવી હતી અને આ ગુનામાં નાશી ગયેલ આરોપી સરફરાજ હુસેનભાઇ મકવાણા રહે. આશીયાના સોસાયટી વાંકાનેર વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપી સરફરાજ હુસેન મકવાણા ચોટીલાથી થાનગઢ તરફ જનાર છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે ચોટીલા થાનગઢ ચોકડી ખાતે વોચ રાખી હતી અને ત્યાંથી આરોપીને પકડીને પોલીસે કોરોના ટેસ્ટ કરાવી તેની ધરપકડ કરેલ છે અને આરોપીના રીમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે