રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સમાજના ૧૨૩ થી વધુ વિદ્યાર્થીઓનો સમાજના આગેવાનોના હસ્તે સન્માનીત કરાયા


SHARE









મોરબીમાં આહીર સમાજના ૧૨૩ થી વધુ વિદ્યાર્થીઓનો સમાજના આગેવાનોના હસ્તે સન્માનીત કરાયા

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે દર વર્ષે સમાન સમારોહનો આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વેશે નવલખી રોડ ઉપર મચ્છોયા આહીર જ્ઞાતિની વાડી ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું ઉદ્ઘાટન વવાણીયા રામબાઈમાની જગ્યાના મહંત કિશનદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે સમાજના આગેવાનોના હસ્તે ૧૨૩ કરતાં વધુ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ મંડળના જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયેલ હોય તેમને નિવૃત્તિ સન્માન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના દાતા તરીકે કાળુભાઈ પોલાભાઈ ચાવડાએ આર્થિક સહયોગ આપ્યો હતો ત્યાર બાદ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરી બહેને મંડળની કામગીરી બિરદાવી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. અને મુખ્ય વક્તા તરીકે એડિશનલ કલેક્ટર જયશ્રીબેન કુંભરવાડીયા, એડિશનલ કલેકટર ઈલાબેન આહીર તથા આસિસ્ટન્ટ કમિશનર જીએસટી નિર્મળભાઈ ગોગરાએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ હરદાસભાઇ ડાંગર તથા ડો. હર્ષાબેન મોરે પણ વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અજયભાઈ ડાંગર, મંત્રી મયુરભાઈ ગજીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News