વાંકાનેરમાં લોહાણા યુવાનની હત્યાના ગુનામાં સરફરાજ મકવાણાની ધરપકડ
મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એનએસએસ ડે ઉજવાયો
SHARE
મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એનએસએસ ડે ઉજવાયો
સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ૨૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કોલેજના પ્રિન્સિપાલ પ્રા.કે.આર.દંગીના અધ્યક્ષ સ્થાને અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.રામ વારોતરીયાના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયેલ.સમગ્ર કાર્યક્રમ એનએસએસના સ્વયંસેવક ભાઈઓ-બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યુ હતુ.
પ્રાર્થનાથી શરૂ થયેલ કાર્યક્રમને બહેનો દ્વારા રજૂ થયેલા સ્વાગત નૃત્યથી આગળ ધપાવવામાં આવેલ.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, કવિતાઓ અને વક્તવ્ય રજૂ કરવામાં આવેલ.ત્યારબાદ ગાયન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં પ્રથમ ક્રમે નિખિલ કુંભરવાડીયા, દ્વિતીય ક્રમે મિહિર ચાવડા અને તૃતીય ક્રમે મયુરી સવસેટા તથા પ્રિન્સગીરી ગોસ્વામી આવેલ.ભાગ લેનાર દરેક સ્પર્ધકને તથા સ્પર્ધામાં ક્રમ પ્રાપ્ત કરનારને ભેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ. કાર્યક્રમમાં મકબુલ મલેક દ્વારા સ્વાગત કરવામાં આવેલ તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરતી ચાવડા અને ક્રિષ્ના ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ.અધ્યક્ષ સ્થાનેથી પ્રિન્સિપાલે એનએસએસના સ્વયંસેવકો દ્વારા થયેલી વૈવિધ્યયુક્ત અભિવ્યક્તિને તથા વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના સંચાલનને બિરદાવ્યુ હતુ.