ટંકારાનાં હરબટીયાળી ગામ પાસે લકઝરીના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબીમાં વૃંદાવન દાંડીયા ક્લાસિસ દ્વારા ખેલૈયાઑ માટે વેલકમ નવરાત્રી યોજાઇ
SHARE
મોરબીમાં વૃંદાવન દાંડીયા ક્લાસિસ દ્વારા ખેલૈયાઑ માટે વેલકમ નવરાત્રી યોજાઇ
મોરબીના વૃંદાવન દાંડીયા ક્લાસિસ વાળા અમીષા રાચ્છ અને રાહુલ કવૈયા તેમજ તેની ટીમે મોરબીના લીલપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં વેલકમ નવરાત્રીનું આયોજન કર્યું હતું અને તેમાં કલાસિસના તમામ સભ્યો પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા અને સાથે મન મૂકીને ગરબે ઘૂમયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકલ્પ નવરાત્રીના દેવેનભાઇ રબારી અને તેમની ટીમનો સહયોગ મળ્યો હતો આ તકે યંગ ઇન્ડીયા ગ્રુપના દેવેનભાઈ રબારી, પત્રકાર દિલીપભાઈ બરાસરા, યુવા ભાજપ પ્રદેશના આગેવાન રુચિરભાઈ કારીયા, પૂર્વ નગરપતિ કેતનભાઈ વિલપરા, મોરબી કલોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગી, કાજલબેન ચંડિભમર સહિતના હાજર રહ્યા હતા