મોરબીમાં વૃંદાવન દાંડીયા ક્લાસિસ દ્વારા ખેલૈયાઑ માટે વેલકમ નવરાત્રી યોજાઇ
ટંકારાના હડમતીયા ગામે આવેલ પાલણપીરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા મંત્રીને રજૂઆત
SHARE
ટંકારાના હડમતીયા ગામે આવેલ પાલણપીરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા મંત્રીને રજૂઆત
ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે પાલણપીરની પ્રખ્યાત ધાર્મિક જગ્યા આવેલ છે આ જગ્યાનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે તેના માટેની માંગ જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવી છે અને હાલમાં રાજ્યના પ્રવાસ અને યાત્રાધામ વિકાસ મંત્રીને તેની લેખિતમાં રજૂઆત પણ કરેલ છે
મોરબી જીલ્લા પંચાયત સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ પ્રવાસ અને યાત્રાધામ વિકાસ મંત્રી અરવિંદભાઇ રૈયાણીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હડમતીયા ગામે સમગ્ર ગુજરાતના સમસ્ત અનુ.જાતિની ધાર્મિક આસ્થાનું પ્રતિક એવા શ્રી પાલણપીર દાદાની સમાધિના સ્થાને મંદિર આવેલ છે અને ત્યાં મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન દર્શનાર્થીઓ આવે છે તેમ દર ભાદરવા માહિનામાં વદ નોમ, દસમ અને અગિયારસનો ત્રણ દિવસીય મેળો યોજાઇ છે જેથી લોકો માટે આ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે જેથી આ ધાર્મિક જગ્યાનો વિકાસ કરવો જરૂરી છે જેથી કરીને પાલણપીર જગ્યાને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરીને સરકારની ગ્રાન્ટ આપીને ધાર્મિક જગ્યાનો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી છે