ટંકારાના હડમતીયા ગામે આવેલ પાલણપીરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા મંત્રીને રજૂઆત
મોરબીના હાઉસિંગ બોર્ડની ગરબીમાં આજે વીજુડીની એન્ટ્રી
SHARE
મોરબીના હાઉસિંગ બોર્ડની ગરબીમાં આજે વીજુડીની એન્ટ્રી
મોરબીના જુદાજુદા વિસ્તારમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં ધીમેધીમે જમાવટ થઈ રહી છે ત્યારે મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડ છેલ્લા ૨૫ વર્ષથી ગરબી યોજાઇ છે તે પ્રાચીન ગરબીમાં આજે કોમેડિયન વીજુડી આવવાની છે
મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં આવેલ પ્રાચીન ગરબીમાં આ વર્ષે ૧૫૧ જેટલી બાળાઓએ ભાગ લીધો છે અને તે નવ દિવસ સુધી માતાજીની ભક્તિ અને આરાધના કરશે દરમ્યાન ગરબીના આયોજકો દ્વારા આજે તા. ૨૭ ને મંગળવારે રાતે કોમેડિયન વિજુડી (ધનસુખ ભંડેરી)ને ત્યાં બોલાવવામાં આવી છે અને તે પોતાના અંદાજમાં લોકોને મોજ કરાવશે