મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું
Breaking news
Morbi Today

હળવદના કીડી ગામે જૂની અદાવતનો ખાર રાખીને વૃદ્ધને મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો


SHARE













હળવદના કીડી ગામે જૂની અદાવતનો ખાર રાખીને વૃદ્ધને મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો

હળવદના કીડી ગામે જૂની અદાવતનો ખાર રાખી વૃદ્ધને મહિલા સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધએ સારવાર લીધે બાદ તેને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

હળવદના કીડી ગામે રહેતા ભુદરભાઇ પોપટભાઇ દલસાણીયાએ હાલમાં સતાભાઇ વેલાભાઇ મુંધવાવિપુલભાઇ સતાભાઇ મુંધવા અને મુડીબેન સતાભાઇ મુંધવા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેના જણાવ્યુ છે કેતેની વાડી તથા સાતાભાઇની વાડી એક સેઢે આવેલ છે અને તે વાડીના રસ્તા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી અને સાતાભાઇએ તેમની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જો કે, ત્યાર બાદ સમાધાન થઈ ગયું હતું પરંતુ ગઈકાલે સાંજના સમયે ભુદરભાઇ બાઈક લઈને વાડીના મજુરો માટે કરીયાણું લેવા જતાં હતા ત્યારે સતાભાઇના દીકરા વિપુલએ તેને ધકકો મારીને પછાડી દીધા હતા. બાદમાં ઢીકા પાટુનો માર મારીને ગાળો આપી હતી અને ત્યારે ગામના માજી સરપંચ પ્રેમજીભાઇ ચતુરભાઇ ઉધરેજા ત્યાં આવ્યા હતા અને ભુદરભાઈને બચવાયા હતા જો કે, વિપુલે જતાં સમયે એવું કહ્યું હતું કે, “આજ તો ડોસા તું બચી ગયો નહીતર તને જાનથી મારી નાખીશતેવી ધમકી આપી હતી ત્યાર બાદ સાતાભાઈને રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે સાતાભાઈની પત્ની મુડીબેન એકદમ ઉશ્કેરાય ગયા હતા અને ભુદરભાઈ સાથે ઝપાઝપી કરીને ગાળો આપી હતી. જેથી હાલમાં ભુદરભાઇ પોપટભાઇ દલસાણીયાએ મહિલ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે








Latest News