મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાત નેચરલ ગેસના ભાવમાં ૪.૩૭ રૂપિયાનો વધારો: મહિને ૧૦૦ કરોડનું ભારણ વધશે


SHARE











મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાત નેચરલ ગેસના ભાવમાં ૪.૩૭ રૂપિયાનો વધારો: મહિને ૧૦૦ કરોડનું ભારણ વધશે, ઉદ્યોગની કમર ભાંગી જશે

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા વધારો કરવામાં આવ્યો છે અને હાલમાં ટેક્સ સાથે પાંચ રૂપિયા પ્રતિ કયુબિક મીટરના ભાવમાં વધારો કરવામાં આવેલ છે જે ભાવ વધારાને સિરામિક ઉદ્યોગ સહન કરી શકે તેમ નથી જેથી આગામી દિવસોમાં મોરબીની ટાઇલ્સ મોંઘી બને અથવા તો કારખાના બંધ કરવામાં આવે તો નવાઈ નથી જો સરકાર દ્વારા અન્ય ઉદ્યોગને ટકાવી રાખવા માટે સહકાર આપવામાં આવે છે તેવી જ રીતે સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે માત્ર ગેસના ભાવ ઉપર નફો લેવામાં આવી રહ્યો છે તે ઘટાડવામાં આવે તો પણ મોરબીના સિરામિક ઉદ્યોગને મોટી રાહત મળી રહે તેમ છે

મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા સતત અને રાતોરાત વધારો કરવામાં આવી રહ્યો છે જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ સતત વધી રહી છે કેમ કે, મોટાભાગના ઉદ્યોગકારો એડવાન્સમાં ઓર્ડર લઈને વેપારીઓને માલ પૂરો પડતા હોય છે જેથી એડવાન્સમાં લેવામાં આવેલા ઓર્ડર ગેસના જુના ભાવ પ્રમાણે ટાઈલ્સની પડતર કીમત નક્કી કરીને લેવામાં આવ્યા હોય છે ત્યાર બાદ અચાનક જ ગેસના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવતા ઉદ્યોગકારોને નફો તો દૂરની વાત છે ખોટ ખાઈને વેપાર કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે

મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસો.ના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં એમજીઓ અને નોન એમજીઓથી જે ગેસ મેળવવામાં આવે છે તેના ભાવમાં ૪.૩૭ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ટેક્સ સાથે પાંચ રૂપિયા જેટલો ભાવ વધારો થાય છે જેથી કરીને મોરબીની સિરામિક ટાઇલ્સની પડતર કિંમત ઊંચી થઈ જશે અને હાલમાં કેટલાક કારખાના બંધ કરવામાં આવ્યા છે જો કે, સૂત્રોના કહેવા પ્રમાણે ભવિષ્યમાં હજુ પણ વધુ કારખાના બંધ થાય તો નવાઈ નથી અને આ ભાવ વધારાથી મોરબીના સિરામિક ઉધ્યોગ ઉપર મહિને ૧૦૦ કરોડથી વધુનું ભારણ વધી જશે

મોરબી સિરામિક ઉધ્યોગકાર સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં વિશ્વ કક્ષાનો મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદી અને મોંઘવારી સહિત કોરોના પછી પણ અડીખમ ઉભો છે જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરતાં પહેલા સિરામિક ઉદ્યોગકારોને એક્દ મહિના પહેલા ભાવ વધારા અંગેની જાણ કરવામાં આવે તો તે મુજબ ઉધ્યોગકારો આયોજન કરી શકે છે પરંતુ રાતોરાત જ ભાવ વધારો કરવામાં આવે છે જેથી કરીને દેશના જુદા જુદા રાજ્યોના વેપારી તેમજ વિદેશની પાર્ટીઓ પાસેથી ચારથી પાંચ મહિના પહેલા માલનો ઓર્ડર લેનારા ઉદ્યોગકારોને માલનું વેચાણ કરીને નફો કરવાની વાત તો દુર રહી પરંતુ ખોટ ખાઈને પણ માલ પૂરો પડવો પડે તેવો ઘાટ હાલમાં સર્જાઈ રહ્યો છે

દૈનિક ૩ કરોડનું ભારણ સિરામિક ઉધ્યોગ ઉપર વધશે

હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરવા માટેની જાણ કરી દેવામાં આવી છે જેથી કરીને તા ૨૪ થી જ કરાર આધારે અને વગર કરારે ગેસ લેતા ગ્રાહકોના ભાવમાં ટેક્સ સાથે પાંચ રૂપિયાનો ભાવ વધારો થઈ જશે જેથી કરીને મોરબીના સિરામિક ઉધ્યોગ ઉપર દૈનિક ત્રણ કરોડનું ભારણ વધી જશે તેવું સિરામિક ઉધ્યોગના આગેવનોએ કહ્યું છે

કયા ભાવથી હવે ગેસ મળશે ?

મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં શું ભાવથી ઉધ્યોગકારોને ગેસ મળશે તે પ્રશ્ન હતો ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા લેખિતમાં જાણ કરીને આગામી દિવાસીમાં જે ગ્રાહકો કરાર વગર ગેસ મેળવી રહ્યા છે તેમણે પ્રતિ કયુબિક મીટરનો ભાવ ૪૧.૪૬ રૂપિયા લાગશે જો કે, ત્રણ મહિનાનો કરાર કરીને જે ગ્રાહકો ગેસ લઈ રહ્યા છે તેમને પ્રતિ કયુબિક મીટરનો ભાવ ૩૭.૫૧ રૂપિયા લાગશે અને એક મહિનાનો કરાર કરીને જે ગ્રાહકો ગેસ લઈ રહ્યા છે તેમને પ્રતિ કયુબિક મીટરનો ભાવ ૩૮.૩૭ રૂપિયા લાગશે અને આ ભાવ ઉપર ટેક્ષ અલગથી લાગશે






Latest News