મોરબીમાં શ્રવણ મહિનાના સોમવારે બાળકોને દૂધપાક-પુરીનું ભરપેટ ભોજન કરાવ્યુ
મોરબીમાં યુવાનને કરેલા આપઘાતમાં પત્ની સહિત ત્રણની ધરપકડ
SHARE









મોરબીમાં યુવાનને કરેલા આપઘાતમાં પત્ની સહિત ત્રણની ધરપકડ
મોરબીના વાવડી રોડ ઉપર યુવાને આપઘાત કર્યો હતો જો કે, આ યુવાને આપઘાત કરતાં પહેલા તેની પત્ની માટે એક વિડીયો બનાવ્યો હતો જેના આધારે મૃતકની માતાએ તેની પત્ની, સાસુ, સસરા અને માંસીજી સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના વાવડી રોડે આવેલ મિરા પાર્કમાં રહેતા કિરણબેન અશોકભારથી ગૌસ્વામી (૪૫)એ તેના દીકરા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.૨૫) નાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો તે બનાવમાં મોરબીના મહિલા પોલીસ સ્ટેશને તેના દીકરની પત્ની મિતાલી ગોસ્વામી, સાસુ લતાબેન પંકજગીરી ગોસ્વામી, સસરા પંકજગીરી પ્રવીણગીરી ગોસ્વામી રહે, ત્રણેય શનાળા રોડ હાઉસિંગ બોર્ડ અને માસીજી સાધુબેન હસમુખગીરી ગોસ્વામી રહે. ૬- માધાપર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ગોસાઈ મિતાલી પંકજગીરી (૨૦), સસરા પંકજગીરી પ્રવીણગીરી ગોસાઈ (૪૩) અને સાધુબેન હસમુખગીરી ગોસ્વામી (૪૭) ની ધરપકડ કરેલ છે
મહિલા સારવારમાં
મોરબીના રહેવાસી નયનાબેન પ્રફુલભાઈ સોમૈયા નામના ૫૫ વર્ષીય મહિલા ઘરેથી દુકાને વસ્તુ લેવા જતાં જવા માટે નીકળ્યા હતા ત્યારે શનાળા રોડ પ્રિય બેકરી નજીક રીક્ષાના ચાલકે અડફેટે લેતાં નયનાબેન સોમૈયાને સારવાર માટેની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે મોરબીના રવાપર રોડ ઉપર રહેતો દિવ્યેશ ધીરુભાઈ પાડલીયા નામનો ૨૪ વર્ષનો યુવાન રવાપર રોડ ઉપર ઓમ પાર્ટી પ્લોટ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે બાઈક સ્લીપ ખાઇ જતા ઈજાગ્રસ્ત થયેલા દિવ્યેશને સારવારમાં લઈ જવાયો હતો.
યુવાન સારવારમાં
હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા ભીમાભાઈ રૂપાભાઈ રાવત નામનો ૩૦ વર્ષનો યુવાન મથક રોડ ઉપરથી જતો હતો ત્યાં રસ્તામાં અજાણ્યા વાહન સાથે અથડામણ થતાં ઇજાગ્રસ્ત ભીમાભાઇને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો. મોરબીમાં આવેલા ક્રિષ્ના બ્લોક નામના કારખાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં રાહુલ કૈલાષભાઈ વસુનિયા નામના ૨૧ વર્ષીય યુવાને કોઇકારણોસર જંતુનાશક ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યારે માળીયા મિંયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે રહેતા શેરબાનુબેન હાજીભાઇ મોવર નામની ૪૦ વર્ષીય મહિલાએ તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેમને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા
